આરંભડાના પિતા-પુત્ર પાસેથી તોતિંગ વ્યાજ વસૂલતા ત્રણ શખ્સો સામે ફરિયાદ

  • March 04, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અને ચા ની હોટલ ધરાવતા પંકજભાઈ ઉર્ફે પપ્પુ પ્રવીણભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાને આરોપી વલૈયાભા દેવુભા સુમણીયા (રહે. આરંભડા) પાસેથી આજથી આશરે છ મહિના પહેલા પાંચ ટકાના દરથી રૂપિયા એક લાખ લીધા હતા. જેનું વ્યાજ દરરોજના રૂપિયા 500 લેખે વસૂલાતું હતું.


આ ઉપરાંત ફરિયાદી પંકજભાઈએ અન્ય એક આરોપી જયેશ ઉર્ફે જયલો સાગરભાઈ પંડ્યા પાસેથી રૂપિયા કુલ રૂપિયા 35,000 પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેના દરરોજના રૂપિયા 400 વ્યાજ લઈ જો રૂપિયા આપવામાં મોડું થાય તો ફોન કરીને કડક ઉઘરાણી કરતા હતા.


આટલું જ નહીં, ફરિયાદી પંકજભાઈના પિતા પ્રવીણભાઈએ અન્ય એક આરોપી કરાભા ભઠ્ઠડ (રહે. સુરજકરાડી) પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. જેનું દર અઠવાડિયાનું રૂપિયા 350 વ્યાજ આપતા હતા. આ પછી પણ કટકે-કટકે સાડા ત્રણ લાખ રૂપિયાનું આરોપી દ્વારા પ્રવીણભાઈ પાસેથી રૂપિયા 2,450 દર અઠવાડિયે વ્યાજ લેવામાં આવતું હતું.

આમ, પિતા-પુત્ર પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરવા કરવા સબબ કારાભા ભઠ્ઠડ, વલૈયાભા દેવુભા અને જયેશ સાગરભાઈ પંડ્યા સામે મીઠાપુર પોલીસ મથકમાં ગુજરાત નાણા ધીરધાર એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application