ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા શખા અરજણ કોડીયાતર નામના આસામીને થોડા સમય પૂર્વે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ- ગાંધીનગરના હુકમથી ચોક્કસ સર્વે નંબરની કુલ 18-03-88 હેક્ટરની માઈનિંગ લીઝ 50 વર્ષ માટે આપવામાં આવી હતી. જે પૈકીના ચોક્કસ સર્વે નંબર વાળી 8-08-08 ચોરસ મીટર તેમજ અન્ય એક સર્વે નંબરની 78/1/2 હેક્ટર વારી જમીન તેમજ 9-96-32 હેક્ટર વાળી જમીન કંપનીને 50 વર્ષ માટે લાઈમ સ્ટોન માઈનિંગ કરવાના હેતુથી સરકાર દ્વારા મળી હતી.
જે જમીન પૈકીની કુલ 7247 ચોરસ મીટરના ક્ષેત્રફળવાળી જમીનમાં આરોપીએ દબાણ કરી અને જમીન પચાવી પાડી હતી. અહીં આરોપી દ્વારા વાડ અને મકાન બનાવી તેમજ ખેતી કામ કરીને વર્ષ 2017 થી આજ દિવસ સુધી કબજો જમાવી રાખતા આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા કંપની અધિકારી મનીષકુમાર ચંદ્રપ્રકાશ ઉપાધ્યાય દ્વારા ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે લેન્ડ ગ્રેબિંગની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા માનવ સેવા સમિતિના હોદેદારોની વરણી
April 23, 2025 11:41 AMઆ રાશિના લોકોને મળી શકે છે કોઈ સારા સમાચાર, નફાની શક્યતા, બજેટ પર નિયંત્રણ રાખવું
April 23, 2025 11:40 AMખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષને કેદ તથા દંડ
April 23, 2025 11:39 AMખંભાળિયામાં શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી સહિતના આયોજનો
April 23, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech