કલ્યાણપુરના ભોગાત ગામે વાહનોની અવરજવરમાં અવરોધ કરતા શખ્સ સામે ફરિયાદ

  • April 18, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા જેસા ભકુભાઈ કંડોરીયા નામના શખ્સ દ્વારા ભોગાત ગામથી સ્મશાન તરફ જતા રસ્તે કોન્ટ્રાક્ટરને મળેલા કામમાં અવર-જવર કરતા વાહનોને રોકી, આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટર ભીમશીભાઈ આલાભાઈ ચાવડા (ઉ.વ. 45, રહે. ભોગાત) ને ફડાકા ઝીંકી લઇ, અને ગાળો ભાંડી હતી.


આટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી, ટ્રકમાં પથ્થરના ઘા મારી, વ્યાપક નુકસાની કરતા આ પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર પોલીસે ભીમશીભાઈ ચાવડાની ફરિયાદ પરથી જેસા ભકુ કંડોરીયા સામે જુદી જુદી કલમ હેઠળ નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. 


ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા

ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા હરી ભીમભાઈ સંધીયા અને સલીમ ઈસ્માઈલ બેલીમ નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ, મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application