BREAKING NEWS

જામનગર : ધ્રોલના લૈયારા નજીક ગમખ્વાર અકસ્માતમાં કારચાલક સામે ફરીયાદ

  • January 19, 2026 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલના લૈયારાથી આગળ વીડી પાસેના રોડ પર ગત તા. ૧૬ના સાંજના સુમારે ગમ્ખવાર અકસ્માત થયો હતો જેમાં કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી, જયારે સપડા પાટીયા પાસે અકસ્માતમાં દંપતિને ગંભીર ઇજા પહોચી છે, જેમાં રીક્ષાચાલક સામે ફરીયાદ કરાઇ છે.


યુપીના વતની હાલ મોરબી હાઇવે બેડી ગામ રહેતા અતુલ રામમુરત યાદવ નામના યુવાન તેમની ટેન્કર નં. જીજે૩બી ડલબ્યુ-૧૫૧૬ લઇને રાજકોટથી જામનગર તરફ ગત તા. ૧૬ના રોજ આવી રહયા હતા ત્યારે લૈયારાથી આગળ વીડી પાસે પહોચતા તેમની પાછળ ક્રિયા ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીએ-૪૨૮૪ના ચાલક અરબાઝ મુસ્તાકભાઇ તાયાણી (ઉ.વ.૨૬) રહે. ધ્રોલએ પુરઝડપે અને ગફલતથી ચલાવી ચાલુ ટેન્કરની પાછળ ફોરવ્હીલ ગાડી ઠોકર મારી અકસ્માત કરતા આરોપીએ પોતાના માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજયુ હતું. ટેન્કરવાળા અતુલભાઇ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. 


અન્ય બનાવમાં કાલાવડના આંબેડકરનગરમાં રહેતા નિલેશ દિનેશભાઇ શુકલ (ઉ.વ.૩૦) તેમની મોટરસાયકલ નં. જીજે૧૦ડીએસ-૩૯૫૮માં તેમના પત્ની વંદનાબેન તથા પુત્ર જી.જી. હોસ્પીટલ ખાતેથી કાલાવડ ઘરે પરત જતા હતા દરમ્યાન તા. ૧૭ના સપડાના પાટીયા પહેલા ગોળાઇ રોડ પર પહોચતા સામેથી સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૧૬૬૧ના ચાલકે બાઇક સાથે સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો.
​​​​​​​

જેમાં ફરીયાદીને પગમાં ગંભીર ઇજા તથા ગોળા અને સાથળના ભાગે ઓપરેશન કરવામાં આવેલ હોય તેમજ ફરીયાદીના પત્ની વંદનાબેનને પણ પગમાં ગંભીર ઇજા પહોચી હતી, આ અંગે નિલેશભાઇએ પંચ-એમાં રીક્ષાચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application