નવાગામ ઘેડમાં પોલીસને બાતમી આપે છે તેમ કહી યુવાન પર હુમલો

  • December 21, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપ, ધોકા વડે ચાર શખ્સો તુટી પડયા : મારી નાખવાની ધમકી દીધી

જામનગરના નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં પાઇપ, ધોકા વડે ઘસી આવેલા શખ્સોએ યુવાન પર હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી તેમજ મારી નાખવાની ધમકી દીધી હતી, અમારા લતામાં કેમ આવ્યો છે, પોલીસને બાતમી આપશ તેમ કહીને આરોપીઓ તુટી પડયા હતા.
જામનગરના નવાગામ ઘેડ કબીરનગરમાં રહેતા રાહીલ હુશેનભાઇ બ્લોચ (ઉ.વ.૨૮) નામનો યુવાન તા. ૧૯ના રોજ એકસેસ મોટરસાયકલ લઇને તેમના મિત્ર કરણ વિજય પરમાર પાસે બેસવા ગયો હતો ત્યારે આરોપીએ રાહીલને રોકીને તું અત્યારે અમારા લતામાં શું કરવા માટે આવ્યો છે, તેમ કહેતા ફરીયાદીએ હું મારા મિત્રને મળવા આવ્યો છું, દરમ્યાનમાં આરોપીઓ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો કહયા હતા અને તું અમારી પોલીસમાં બાતમી આપશ તેમ કહીને અન્ય આરોપીઓને બોલાવી પાઇપ, ધોકા સાથે આવી ટાંટીયા ભાંગી નાખવા છે તેમ કહયુ હતું.
ઉપરાંત પાઇપ, ધોકા વડે હુમલો કરી ફરીયાદીને આડેધડ માર મારી શરીરે ઇજા કરી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી દઇ આરોપીઓ નાશી છુટયા હતા, આ હુમલામાં ફરીયાદી રાહીલને કોણી પાસે ફ્રેકચર અને શરીરે મુંઢ ઇજાઓ થઇ હતી.
બનાવ અંગે રાહીલ બ્લોચ દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં નવાગામ ઘેડ હનુમાન ચોકમાં રહેતા રોહીત સદામ શીંગાળા, નિતીન અશોક શીંગાળા, રોહીત રાજુ મકવાણા ઉર્ફે દંતારો તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે ગોટલી બાબભા રાયજાદા નામના ચાર શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
***
દ્વારકામાં ટ્રાવેલ્સ કંડક્ટર ઉપર હુમલો કરવા સબબ બે શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ખાનગી બસના ટ્રાવેલ્સ કંડકટર તરીકે કામ કરતા રામભાઈ વેરશીભાઈ જામ નામના ૬૦ વર્ષના ગઢવી વૃદ્ધ દ્વારકામાં આવેલા કાનદાસ બાપુના આશ્રમ પાસે પોતાની જીજે ૦૫ બી.યુ. ૨૩૦૨ નંબરની બસમાં મુસાફરો ભરી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં મહાદેવ ટ્રાવેલ્સ નામની બસ લઈને આવેલા વનરાજભા માણેક તથા બસના ચાલકને ફરિયાદી રામભાઈએ તેઓની ગાડી આગળ લેવાનું કહેતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, ધોકા વડે ટ્રાવેલ્સની બસમાં મારતા આ બસના કાચ તૂટી જવાના કારણે રૂપિયા ૧૦,૦૦૦ નું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ ૪૨૭, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application