જામનગર કોવીડ હોસ્પિટલના દંગલ પ્રકરણમાં આખરે અજાણ્યા પોલીસ સહિત બે સામે ફરિયાદ

  • June 01, 2021 11:36 AM 

માંગણી સંતોષાતા વાલ્મિકી સમાજ દ્વારા આંદોલન સમેટાયું, ડીવાયએસપી દ્વારા કરાતી તપાસ

જામનગરની જીજી ના કોવિડ હોસ્પિટલ સામે તાજેતરમાં જ દંગલ થતાં ભારે દેકારો બોલી ગયો હતો, પોલીસ ફરિયાદ થતાં આ પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લાલબંગલા સર્કલ ખાતે સફાઇ કર્મીઓ સહિતના દ્વારા ધરણાં તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા એસપી, કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી, જવાબદારો સામે પગલાં લેવાની તીવ્ર માંગણી કરવામાં આવી હતી, દરમિયાનમાં ગઈકાલે સીટી બી ડિવિઝનમાં અજાણ્યા પોલીસ અને એક શખ્સ સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવતાં વાલ્મિકી સમાજની માંગણી સંતોષાતા લડત સમેટવામાં આવી હતી.

જામનગરની જી.જી હોસ્પિટલના કોવીડ સેન્ટરના પટાંગણમાં ગત તારીખ 26 ના સમય દરમિયાન બપોરના સુમારે મહિલા પર હુમલો કરવામાં આવતાં ભારે દોડધામ મચી ગઇ હતી, પથ્થરમારો, લાઠીચાર્જ સહિતની કલમ અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પાંચ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા આ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને જવાબદારો સામે પગલાં લેવાની માગણી ઊઠી હતી.

જુદા જુદા સંગઠનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરે હતી તેમજ લાલબંગલા સર્કલ ખાતે પાંચ દિવસ સુધી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગઈકાલે સુરેન્દ્રનગરના ધારાસભ્ય જામનગર ખાતે દોડી આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. જ્યાં જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.

દરમિયાનમાં જામનગરના નવાગામ ઘેડમાં સરકારી નિશાળ પાછળ રહેતા સવિતાબેન બુધુભાઈ સોલંકી ઉંમર વર્ષ ચાલીસ દ્વારા સીટી બી ડિવિઝન માં કૌશલ ઉર્ફે કૌશિક તથા અજાણ્યો પોલીસ ની સામે આઇપીસી કલમ 323, 324, 294 બી, 506 (2),, ૧૧૪, એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી કૌશલ અવારનવાર કોઈપણ કારણ વગર ફરિયાદીના ભત્રીજા મુકેશ સોલંકી સાથે માથાકૂટ કરી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી તેમજ ફરિયાદીની હાજરીમાં પણ અપશબ્દો બોલીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ આરોપી અજાણ્યા પોલીસે ફરિયાદીને પગમાં તેમજ માથાના ભાગે લાઠી મારીને ઈજા કરી હતી તેમજ સાહેદ કાજલ બેનને પણ આ બનાવમાં મુંઢ ઇજા થતાં એકબીજાને આરોપી મદદગારી કરી હતી.

આ ફરિયાદના આધારે ડીવાયએસપી જે એસ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, પાંચ દિવસથી ચાલી રહેલા ધરણાંમાં ગઈ મોડી સાંજે પોલીસ ફરિયાદ નોંધાતા અને વાલ્મિકી સમાજની માંગણી સંતોષાતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS