ગીરગઢડાના ફાટસર ગામે ૩ ચક્કરડી સાથે ધમધમતી ગેરકાયદે ખાણ: બે સામે ફરિયાદ

  • March 09, 2021 12:12 PM 

ઉનાનાં ગીરગઢડા મામલતદાર કચેરીના મામલતદાર એચ.આર.કોરડિયા તથા સ્ટાફ બાતમીના આધારે ફાટસર ગામની સીમમાં બેરકા વિસ્તારમાં ગેરકાયદેસર લાઈમસ્ટોન ખનીજનું ખનન કરી ખનીજ ચોરી થતી હોય રેડ પાડતા ચંદુભાઈ વશરામભાઈ વેકરિયા રે.ફાટસર અને કિશોરભાઈ ઉખાભાઈ નકુમ રે.કડિયાળી તા.રાજુલાએ ગેરકાયદેસર કોઈપણ મંજૂરી કે લીઝની પરવાનગી લીધા વગર ૩ ચકરડી, ૧ જનરેટર સેટથી ખોધકામ કરી બિલ્ડિંગ લાઈન સ્ટોન કાઢી લાખો રૂપિયાનું વેચાણ કરી નાખેલ. આ ખાણની લંબાઈ ૮૦થી ૮૫ મીટર તથા પહોળાઈ ૨૫થી ૩૦ મીટર છે.

અને સ્થળ ઉપરથી ૩ ચકરડી અને ૧ જનરેટર મળી આવતા કબજે કરી રૂ.૩ લાખ ૫૦ હજારના સાધનો કબજે કરી આ ખનીજ ચોરો સામે પગલા ભરવા ગીર સોમનાથ જિલ્લા કલેકટર તથા જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી આમ ગીર ગઢડા મામલતદાર ખનીજ ચોરી પકડી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS