ખંભાળિયામાં નિવૃત આર્મીમેનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ: આરોપીઓ ફરાર

  • July 05, 2021 11:03 AM 

ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેની એક હોટલ પાસેથી પસાર થઈ રહેલા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના રહીશ એવા નિવૃત્ત આર્મીમેન અને હાલ ડ્રાઈવિંગ કામ કરતા સોમાતભાઈ સવાભાઈ છૈયા નામના 38 વર્ષના યુવાનને રાહુલ રાણશી ગઢવી, ભોલા ગઢવી તથા અન્ય એક અજાણ્યા શખ્સ દ્વારા તેમની ટ્રાવેલ્સની બસમાં જતા અટકાવીને કોઈ કારણોસર બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારીને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી સોમાતભાઈને માર મારી, નાસી છૂટેલા ત્રણેય શખ્સો સામે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)