ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

  • February 26, 2021 10:30 AM 

ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અફઝલ નુરમામદભાઈ નામના એક યુવાનને અહીંના પ્રતીક તથા ભાવેશ અને અન્ય એક અજાણ્યા શખ્સે ગત તારીખ 23 ના રોજ મોડી રાત્રીના સમયે એક હોટલ પાસે અટકાવી તેની સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી અફજલભાઈને ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS