ખંભાળિયાના કેશોદ ગામે યુવાન પર હુમલા સબબ ત્રણ સામે ફરિયાદ

  • June 05, 2021 11:59 AM 

    ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા દિલીપસિંહ હઠીસંગ કેર નામના યુવાન સાથે આ જ ગામના માધુભા માનસંગજી કેર, રવિરાજસિંહ માધુભા કેર અને લખુભા માનસંગજી કેર નામના ત્રણ કૌટુંબિક શખ્સો દ્વારા ફરિયાદી દિલીપસિંહને "તું અમારા રસ્તામાંથી નીકળવાની કેમ ના પાડે છે અને અમારા ટી.સી.માંથી ઈલેક્ટ્રીક વાયર કેમ કાપી નાખે છે?"- તેમ કહી, ઢીકાપાટુનો મારી મોટર સાયકલની ચેન મારી, શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

   આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS