દિગ્જામ સર્કલ પાસે યુવાન પર હુમલો કર્યાની જુગનું સહિત ત્રણ સામે ફરિયાદ

  • March 26, 2021 09:55 PM 

વૈશાલીનગરમાં યુવાનની ડેલી અને બે બાઇક ભાંગી નાખ્યા, ત્રણનું કારસ્તાન

જામનગરના દિગ્જામ સર્કલ પાસે ગેરેજમાં સુતેલા યુવાને ઝઘડો કરતા શખ્સોને સમજાવવા જતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને માર માર્યાની ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે વૈશાલીનગરમાં એક યુવાનની ડેલી તથા મોટર સાયકલમાં નુકસાન કર્યાની ત્રણ સામે ફરિયાદ દાખલ થઇ છે.

જામનગરના દિગ્જામ સર્કલ પાસે ગેરેજ ખાતે રહેતા દુલાભાઈ રૂપાભાઈ કારીયા ગઢવી ઉંમર 37 નામના યુવાન ગઇકાલે દિગ્જામ સર્કલ એ આવેલ પોતાના ભાણેજ રાણાભાઇની ક્રિષ્ના ગેરેજ દુકાનમાં સુતા હતા, તે વખતે આરોપીઓ ત્યાં બાજુમાં ઝઘડો કરતા હોય જેથી દુલાભાઈએ તેવોને થોડે દૂર જવાનું કહેતા અને સમજાવવા જતાં આરોપીઓએ અપશબ્દો બોલીને પાઇપ વડે હુમલો કરી માથા અને નેણ પાસે ઇજા પહોંચાડી હતી તેમજ ધોકા વડે શરીરે મૂઢ માર અને ઢીકાપાટુનો મારી એકબીજાને મદદગારી કરી હતી.

દુલાભાઈ દ્વારા સીટી-સી ડિવિઝનમાં આ બનાવ અંગે દિગ્જામ સર્કલ બાવરી વાસ ખાતે રહેતા જુગનું બાવરી, દિપક બાવરી, રણછોડ બાવરીનો છોકરો ત્રણેયની સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં જામનગરના ધરાનગર 1, વૈશાલી નગર શેરી નંબર 4 માં રહેતા કિસન મનસુખ વઘેરા ઉંમર વર્ષ 23 નામના યુવાને સીટી બી ડિવિઝન માં ગઈકાલે કૃણાલ જગા વઘેરા, જગાભાઈ વઘેરા અને જગાના નાનાભાઈ અનિલ વઘેરાની સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે, તારીખ 25ના રોજ ફરિયાદી કિશનના ભોગવટાના ફળિયાની ડેલી તથા સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે 10ડીજી 87 63 તથા બાઇક નંબર જીજે 3 ઈ એફ 5996 ને પાવડા અને કોસ વડે ભાંગી નાખ્યા હતા.

તેમજ આરોપી અનિલે ફરિયાદીને અપશબ્દો બોલી હથિયારબધી, જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS