ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગીરાના અપહરણ સબબ આથમણા બારા ગામના યુવાન સામે ફરિયાદ

  • June 15, 2021 11:14 AM 

    ખંભાળિયા નજીકના આથામણા બારા ગામે રહેતા એક યુવાનની આશરે 15 વર્ષની સગીર વયની પુત્રીને આથમણા બારા ગામના રહીશ એવા શક્તિસિંહ અજીતસિંહ જાડેજા નામનો શખસ થોડા દિવસ પૂર્વે લલચાવી- ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

   આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS