સણોસરામાં સુલેહ શાંતિનો ભંગ થાય તેવો વિડીયો વાયરલ કરનાર સામે ફરિયાદ

  • April 08, 2021 09:08 PM 

ઉશ્કેરીજનક શબ્દોનો ઉપયોગ કરનારને પોલીસ દ્વારા કરાવાતું કાયદાનું ભાન

લાલપુરના સણોસર ગામમાં રહેતા એક શખ્સ દ્વારા અલગ-અલગ સમાજના લોકોને અપશબ્દો બોલીને ખેતી કરવાની સલાહ આપી અને સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતનું કથન કરીને આ અંગેનો વિડીયો વાયરલ કર્યાનું ધ્યાન પર આવતા પોલીસ દ્વારા તેની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

લાલપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ વી પી ઝાલા દ્વારા લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા કેતન રસિકલાલ અંબાસણા નામના શખ્સ સામે આઇપીસી કલમ 153, 505(3),504 મુજબ ફરિયાદ નોંધાવી હતી,

જેમાં જણાવ્યું હતું કે, આરોપી કેતને જુદા જુદા સમાજના લોકોને વીડિયોમાં અપશબ્દો આપી તેમને ફર્નિચર, વેલ્ડીંગનો ધંધો, સુથારીકામ, લુહારી કામ વિગેરે હોય તે છોડીને ખેતી કરવાની સલાહ આપી હતી,

તેમજ અલગ ધર્મ અને જાતિ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય સુલેહ શાંતિનો ભંગ થાય એવું કથન કરી વીડિયોમાં પોતે બોલે છે કે, ચોખ્ખો વિડિયો નાખુછું થાય તે મારું કરી લેજો.. તેમ કહીને ખરાબ શબ્દો બોલે છે આમ આ સખસ અમુક વર્ગના લોકો બીજા વર્ગ કે કોમના લોકો વિરુદ્ધ કોઈ ગુનો કરી બેસે તેવા ઇરાદાથી ઉશ્કેરીજનક શબ્દોનો ઉપયોગ કરી વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરી ગુનો કર્યો હતો. ગત તારીખ છ પહેલાના કોઈપણ સમયે બનેલા બનાવ અંગે ગઈકાલે વિધિવત્ ફરીયાદ દાખલ થતા પી.એસ.આઈ વાઢેર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS