દ્વારકામાં દંગલ કરતા શખ્સ સામે ફરિયાદ

  • July 05, 2021 10:10 AM 

દ્વારકા તાલુકાના ટોબર ગામે રહેતા ટપુભા ઝખરાભા કેરના 45 વર્ષના હિન્દુ વાઘેર યુવાને આ જ વિસ્તારમાં રહેતા લાલુભા જખરાભા કેર સામે ફરિયાદી ટપુભાની દીકરીને દારૂ પીને બિભત્સ ગાળો કાઢી ધોકા વડે માર મારતાં આ ડખ્ખો કરતા લાલુભાને અટકાવવા માટે વચ્ચે પડતા તેમને લોખંડના પાઇપ વડે બેફામ માર મારી ગંભીર ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ટપુભાની ફરિયાદ પરથી લાલુભા સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS