જામનગરના યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર પેટ્રોલ પંપના સંચાલક સામે ફરિયાદ

  • November 04, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માસિક ૧૫ ટકા વ્યાજ વસુલી ૧૬.૬૫ લાખની રકમ ચુકવી દેવા છતા વધુ માંગણી : મારી નાખવાની ધમકી આપી

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પાસેથી ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર  પેટ્રોલ પંપના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી યુવાન પાસેથી ત્રણ લાખ રુપીયાના વ્યાજ અને પેનલ્ટી સહિતના ૧૬.૬૫ લાખ રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી વધુ નાણા પડાવવા કોરા કાગળમાં સહી કરાવી લીધી છે
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી લલીતાબેન જશાલાલ  નામની મહિલાએ ખાવડી ખાતે પેટ્રોલ પંપ ધરાવતા મહેશ મુળજી ભુસા (ઉ.વ.૪૨) રહે. સ્વામીનારાયણ સોસાયટી શેરી નં. ૬ની વિરુઘ્ધ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૫૦૬(૨), ૫૦૭, મનીલેન્ડર્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લલિતાબેનના પતિ જસાભાઈ  મધુડીયાએ પોતાની જરુરિયાત માટે દોઢ વર્ષ પહેલા આરોપી પાસે માસિક ૧૫ટકા  ટકા લેખે  વ્યાજની ગણતરી સાથે ત્રણ લાખ રૂપિયા મેળવ્યા હતા જે મૂળ રકમ તેમજ  તેના પર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તથા પેનલ્ટી સહિત વસુલ કુલ ૧૬,૬૫,૦૦૦ જેટલી રકમ ચૂકવી દીધી હતીથ તેમ છતાં વધુ રકમ પડાવા માટે પેટ્રોલ પંપ ના સંચાલક મહેશભાઈએ ટેલીફોન કરીને જસાભાઈની પાસે વધુ રકમ પડાવવાના ઇરાદે ટાંટીયા ભાંગી નાખવા અને માર નાખવાની ધાક ધમકી આપી હતી. એટલુંજ  માત્ર નહીં પેટ્રોલ પંપ સંચાલકે જસાભાઈ પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી છે.
જેથી મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે લલિતાબેનની ફરિયાદના આધારે પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ સામે મની લોન્ડરીંગ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ શરુ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application