દ્વારકામાં યુવતીઓને સોશિયલ મીડિયા મારફતે પજવણી કરતા શખ્સો સામે ફરિયાદ

  • May 20, 2021 10:55 AM 

દ્વારકામાં વોટ્સએપ કોલ તથા મેસેજ મારફતે બે યુવતીઓને હેરાન-પરેશાન કરતા ચોક્કસ મોબાઈલ નંબર આવતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત મુજબ દ્વારકામાં રહેતી બે યુવતીઓને તેમના મોબાઈલ નંબર ઉપર 9558489724 અને 8866213051 નંબરના મોબાઇલ ફોન મારફતે એસ.પી. સાગર તરીકે ઓળખાણ આપી, કોઈ શખ્સો દ્વારા આ યુવતીઓને મોબાઈલ ફોનમાં વોટ્સઅપ તથા વોઈસ કોલ મારફતે અભદ્ર ભાષામાં મેસેજ કરીને હેરાન પરેશાન કરવામાં આવતા સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 354 (એ-1) તથા આઇ.ટી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધી, ઉપરોક્ત મોબાઈલ નંબર ધરાવતા શખ્સોને ઝડપી લેવા માટે દ્વારકાના પી. આઈ. પી.બી. ગઢવી દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS