દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ દામજીભાઈ ભાયાણી નામના 43 વર્ષના લોહાણા વેપારી યુવાની અન્ય સાહેદ સાથે દ્વારકાની સેશન્સ કોર્ટની મુદતમાં ગઈકાલે ગયા હતા. જ્યાં તેમણે આરોપી એવા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા બલીભા વિરાભા માણેક તથા તેના માતાની ઉપસ્થિતિમાં કોર્ટમાં જુબાની આપી હતી. અડધી જુબાની લેવાઈ ગયા બાદ નામદાર અદાલતે બીજી જુબાની બપોર પછી લેવાનું કહ્યું હતું.
આ બાદ રૂમની બહાર નીકળતા ફરિયાદી પ્રવીણભાઈએ કોર્ટમાં આપેલી જુબાની બાબતનું મનદુઃખ રાખી, અને કોર્ટને લોબીમાં આરોપી બલીભા વીરાભા માણેકએ પ્રવીણભાઈને કહેલ કે "બહાર નીકળ જોઈ લેશું"- તેમ કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, તેના માતાએ પણ ફરિયાદી પ્રવીણભાઈને "કેમ ખોટી જુબાની આપે છે, બજારમાં નિકળજે ત્યારે જોઈ લઈશ"- તેવી ધમકી ઉચ્ચારી હતી. આ પછી કોર્ટ કમ્પાઉન્ડમાં ઊભેલા સાહેદ એવા અલ્પેશભાઈને પણ આરોપીએ થાય એ તો કરી લેવાની ધમકી આપ્યાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જે અંગે દ્વારકા પોલીસે માતા-પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
બીમારી સબબ ખંભાળિયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા વિક્રમભાઈ મેરગભાઈ છુછર નામના 68 વર્ષના વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોય, તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર ભીખાભાઈ વિક્રમભાઈ છુછર (ઉ.વ. 32) એ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMશસ્ત્ર ફિલ્મની સ્ટાર કાસ્ટ બની આજકાલની મહેમાન, જાણો ફિલ્મ વિશે રસપ્રદ વાતો...
April 26, 2025 05:12 PMરાજકોટ : વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ
April 26, 2025 05:10 PMરાજકોટ : પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃતકોને યુવા ભાજપ મોરચા દ્વારા શ્રદ્ધાજંલી
April 26, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech