કલરના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ચાર સામે ફરિયાદ

  • July 23, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વ્યાજના દૂષણને ડામવા માટે રાજયભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.પોલીસ દ્રારા લોકદરબાર યોજી વ્યાજખોરીનો ભોગ બનનારને ફરિયાદ નોંધાવવા કહેવામાં આવી રહ્યું છે.ત્યારે રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના ત્રણ ગુના દાખલ થયા છે.જેમાં જેતપુરના કલરના વેપારીએ ધંધા માટે અલગ–અલગ ચાર શખસો પાસેથી વ્યાજે નાણાં લીધા હોય જેઓ પઠાણી ઉઘરાણી કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને છેલ્લા ૨૮ વર્ષથી જેતપુરમાં અમરનગર રોડ પર સ્વામિનારાયણનગરમાં રહેતા સત્યેન્દ્રસિંગ ઉર્ફે સિકંદર બુધનસિંગ કુશવાહ (ઉ.વ ૪૦) દ્રારા જેતપુર સિટી પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુનાગઢમાં રહેતા મહિપત બસીયા, જેતપુરના રબારીકામાં રહેતા અશોક કાઠી, જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતો દેવા ભરવાડ અને રબારીકામાં રહેતા કાના કાઠીનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જેતપુરમાં રહી કલરના ડબ્બા મંગાવી હોલસેલનો વેપાર કરે છે. જેતપુરમાં રહેવાસી યુવરાજસિંહ ગોહિલ તેમના ધંધામાં પાર્ટનર હતા. પરંતુ દોઢેક વર્ષ પૂર્વે યુવરાજસિંહનું અવસાન થતાં યુવાનનો ધંધો ભાંગી પડો હતો આથી ધંધામાં ફરી સ્થિરતા લાવવા માટે પૈસાની જર હોય તેણે મહિપત બસીયા પાસેથી દોઢેક વર્ષ પૂર્વે ૨૦ લાખ ૩ ટકા વ્યાજે લઇ ધંધો ફરી શ કર્યેા હતો પરંતુ ધંધો બરાબર ન ચાલતા અને મહિપત વ્યાજની ઉઘરાણી કરતા તેણે મકાન પર લોન લઇ મહીપતને આઠ લાખ આપ્યા હતા અને હવે તે ૧૨ લાખ માંગે છે. તેમજ દર મહિને ૩ ટકા લેખે ૩૬,૦૦૦ વ્યાજ ચૂકવે છે. આ સિવાય અશોક કાઠી પાસેથી એક વર્ષ પૂર્વે ૧૨ લાખ ૬ ટકાના વ્યાજે લીધા હતા. જે પૈકી સાત લાખ રોકડા તેને ચૂકવી આપ્યા છે અને પાંચ લાખ ચૂકવવાના છે. જેના દર મહિને .૩૦,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો. દેવા ભરવાડ પાસેથી અઢી લાખ રોકડા પાંચ ટકા લેખે લીધા હતા જેમાંથી ૨.૩૦ લાખ ચૂકવી દીધા છે છતા ૭૦ હજારની માંગણી કરી ધમકીઓ આપે છે. કાનાભાઈ કાઠી પાસેથી ૨.૯૦ જેમાંથી ટકા લેખે વ્યાજે લીધા હતાં ૨.૭૦ લાખ આપી દીધા છે છતાં વ્યાજના ૫૦,૦૦૦ અને મળી ૭૦,૦૦૦ ની માં માંગણી કરે છે.ફરિયાદી હાલ પિયા તથા વ્યાજ આપી શકે તેમ ન હોય છતાં આરોપીઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોય તેથી તેણે આ અંગે ચારેય સામે ફરિયાદ નોંધાવતા જેતપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાછળ શિવમ રેસીડેન્સીમાં રહેતા અને યાર્ડમાં મજૂરીકામ કરનાર કિશન રાજુભાઈ માટીયા (ઉ.વ ૨૦) નામના યુવાને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ગોંડલમાં જ રહેતા ઘનુભા જાડેજા સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે તેના માતાને પેટમાં ગાંઠનું ઓપરેશન કરાવવાનું હોય તે માટે પૈસાની જરિયાત હોય જેથી તેણે આરોપી ધનુ જાડેજા પાસે પોતાનું બાઇક ગીરવે મૂકી પિયા ૧૫૦૦૦ ની રકમ ૧૦ ટકા વ્યાજે લીધી હતી.જેમાં ૧૨ હજાર વ્યાજે પેટે ચૂકવી દીધા હતાં.બાદમાં પૈસાની સગવડ ન થતા યુવાને પોતાનુ બાઇક પરત માંગતા આરોપીએ તેનું બાઈક પરત કરતો ન હોય અને વ્યાજના પિયા ૬૫૦૦૦ ની માંગણી કરી ગાળો આપતો હોય તેણે આ ફરિયાદ નોંધાવી છે વીંછિયામાં રહેતા અને અહીં ગેરેજ ચલાવતા જયેશ કનુભાઈ મકવાણા(ઉ.વ ૩૬) નામના યુવાને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ચોટીલાના આણદં પર ગામે રહેતા ભભલુભાઈ કાઠી વિદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે આરોપી પાસેથી . ૫,૦૦૦ યુવાન પાસેથી . ૫,૦૦૦ તથા તેની પઠાણી ઉઘરાણી કરતો હોય તેણે નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application