ખંભાળિયાના હંસ્થલ ગામ યુવાન પર હથિયારો વડે જીવલેણ હુમલો: ચાર શખ્સો સામે ફરિયાદ

  • July 06, 2021 09:26 AM 

    ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મેરામણભા પરબતભાઈ માડમ નામના 39 વર્ષના આહિર યુવાન પોતાની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર માર્ગમાં આ જ ગામના રહીશ કારા ડાડુ માડમ, ખીમા નાથા માડમ, રાજસી ડાડુ માડમ અને ભગા કારુ માડમ નામના ચાર શખ્સોએ અટકાવી, એકસંપ કરી બીભત્સ ગાળો કાઢી, લાકડી તથા ખરપિયાનો બેફામ માર મારીને ઇજાઓ કર્યાની તથા જો તેઓ આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

    ફરિયાદી મેરામણભાઈ માડમ ઉપર હુમલો કરી આરોપીઓ નાસી છૂટયા હતા. જેથી આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS