ઓખા મરીન પોલીસ દ્વારા દરીયાઇ પેટ્રોલીંગમાં બોટ લાંગરેલી જોવા મળી
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ રાજકોટ તથા દ્વારકા એસપી નિતેશ પાંડેયએ દ્વારકા જીલ્લાના દરીયાઇ વિસ્તારમાં આવેલા નિર્જન/પ્રતિબંધીત ટાપુ પર ગેરકાયદે પ્રવેશ તેમજ દબાણ કરતા લોકો વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખારા-મીઠા સુચણા ટાપુ પાસે આવતા એક ફીશીંગ બોટ ગોપ ગીરીશ રજી નં. જી37-એમએમ-885 નંબરની બોટ દરીયાના પાણીમાં ફીશીંગ ઝાળ નાખેલ અને ટાપુના કાંઠા પર લાંગરેલ જોવા મળતા, બોટની તપાસ કરતા કોઇ ફીશરમેન જોવામાં આવેલ નહી ટાપુ પર જઇ તપાસ કરતા કુલ આઠ ઇસમ ટાપુર હાજર મળી આવેલ.
વધુ તપાસમાં સરકાર દ્વારા ફીશીંગ દરમ્યાન સેફટીના સાધનો નકકી કરેલ નિયમોનુસારના સાધનો બોટમાં મળી આવેલ ન હોય અને ગુજરાત ફીશરીઝ એકટ મુજબ માછીમારી માટે ફાળવેલ બારા/જેટી સીવાય અન્ય ટાપુ ન હોય તેમજ નિર્જન/ખટકાળ ટાપુ પર લેન્ડીંગ કરવાથી બોટ અકસ્માત થવાની સંભાવના હોય તેમજ માણસોના જીવનો જોખમ રહેલ હોવાનું જાણવા છતા બોટમાં રહેલ તમામ માણસોએ બેદરકારીપુર્વક સદરહુ બોટ ટાપુ નજીક જમીન પર લાંગરી જીવના જોખમે ઉતરાણ કરીી બેફીકરાઇથી ટાપુ ઉપર ગયેલ અને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવતા તેમના વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. તેમજ ટાપુ પર રોકાણ કરવા અંગેના હેતુ બાબતની તપાસ કરવામાં આવી હતી.
આ અંગે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં બોટ માલીક સલાયાના તવશીન જુનસ સંઘાર, અસગર જુનસ સંઘાર, ભીમપાડાના હાન કાસમ સુભણીયા, બારલોવાસના ફયાઝ દાઉદ ચબા, શફીઢોરોના ગની રજાક ગંઢાર, ભીમપાડાના ઇમરાન દાઉદ ગાજીયા, હુશેની ચોકના સાબીર સલેમાન ઓસમાણ સુભણીયા અને સલાયાના હશન મામદ સંઘારની સામે ફરીયાદ કરવામાં આવી હતી. ટાપુ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ અને દબાણકરતા ઇસમો વિરુઘ્ધ એકબીજા વિભાગ સંકલન કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છ ે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech