ધ્રોલ અને જાખર પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં વાહનચાલકો સામે ફરિયાદ

  • April 08, 2021 09:09 PM 

ધ્રોલ માર્કેટ યાર્ડ અને જાખર પાટીયા પાસે સર્જાયેલા બે જુદાજુદા વાહન અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા થયાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

જામનગરના જુનાનાગના ખાતે રહેતા રાજેશ જેંતીલાલ નકુમ ઉમર વર્ષ 37 એ અજાણી ફોરવીલ વાહનચાલક સામે ધ્રોલ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે, ગત તારીખ 3 ના રોજ ધ્રોલ માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા વાહનના ચાલકે બેફીકરાઈથી ચલાવીને ફરિયાદીના પિતા રોડ ક્રોસ કરતા હોય તેઓને હડફેટે લઇને અકસ્માત સર્જી નાસી છૂટયો હતો.

બીજા બનાવમાં જાખર ગામે રહેતા ચંપાબેન અશોકભાઈ પરસોડા ઉમર ૨૬ એ મેઘપર પોલીસમાં ઓટો રીક્ષા નંબર જીજે10ટી ડબ્લ્યુ 0655 ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

ગત તારીખ 4 ના રોજ ઓટો રિક્ષાના ચાલકે પૂરઝડપે, બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના પતિને અડફેટે લઇ માથા અને કપાળના ભાગે ઈજા તેમજ શરીરે છોલછલ કરી નાસી છૂટયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS