જામનગરમાં ટ્રાફિક પોલીસ ઝપાઝપી પ્રકરણમાં દંપતી સામે ફરિયાદ

  • April 09, 2021 08:22 PM 

વાહન કામગીરી દરમિયાન ફરજમાં અડચણ ઉભી કરી

જામનગરના ગ્રીન માર્કેટ નજીક દિપક ટોકીઝ પાસે વાહન અડચણરૂપ હોય તે અંગેની કામગીરી દરમિયાન ટ્રાફિક જમાદારની ફરજમાં રૂકાવટ કરીને ઝપાઝપી તેમજ માર માર્યા આ અંગેનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો જે બનાવમાં ફરજમાં રૂકાવટ કર્યાની દંપતી સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ટ્રાફિક શાખાના એએસઆઈ રાજેશ દયાળજીભાઈ મેરાણીની પાઇલોટ વાહન ટુ અને થ્રી વેલમાં નો પાર્કિંગ વાહન અડચણરૂપ હોય તેને દૂર કરવાની કાયદેસરની ફરજમાં ગઈકાલે હતા.

દિપક ટોકિજ નજીક સજુબા સ્કૂલના ગેટ પાસે આ અંગેની કાયદેસરની કામગીરીમાં ટ્રાફિક જમાદાર હતા એ દરમિયાન સંજયભાઈ અને અન્ય એ ફરિયાદી રાજેશભાઇ સાથે ઝપાઝપી, બોલાચાલી કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત જાપટો મારી આરોપીઓ એકબીજાને મદદગારી કરીને ટ્રાફિક પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે ટ્રાફિક એસઆઈ રાજેશભાઈ એ ડિવિઝન સંજય રામનાથ પાલ અને ભાનુબેન સંજયભાઈ ની વિરુધ્ધ આઇપીસીની કલમ 332, 186, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ટ્રાફિક પોલીસ અને પરિવાર વચ્ચે ઝપાઝપી અને ભારે બબાલ થયા અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી હતી દરમિયાનમાં ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ થતા આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS