જામનગરના એરપોર્ટ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક સામે ફરિયાદ

  • July 17, 2021 01:32 PM 

જામનગરના એરપોર્ટ ટી પોઇન્ટ પાસેના રોડ પર આશરે દસેક દિવસ પહેલાં સર્જાયેલા અકસ્માતમાં બેને ઈજા થઈ હતી જેમાં કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરની પટેલ કોલોની શેરી નંબર 6, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૪૦૪ ખાતે રહેતા આયુષીબેન અશોકભાઈ અગ્રવાલ ઉંમર વર્ષ 21 દ્વારા ગઈકાલે પંચકોશી બી માં કાર નંબર જીજે10 સીએન 6247 ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જેમાં જણાવ્યું છે કે ગત તારીખ 6/ 7 /21 ના સમય દરમિયાન જામનગર નજીક એરપોર્ટ ટી પોઇન્ટ પાસેના રોડ પર આરોપીએ પોતાની કાર પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવીને ફરિયાદીના માથાના ભાગે તથા ડાબા પગ તેમજ સાહેદને પગમાં ગંભીર ઇજાઓ કરી નાસી છૂટયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)