જામનગરમાં દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધાની બનેવી સામે ફરિયાદ

  • April 05, 2021 11:06 PM 

બહેનના ઘરે રોકાવા જતા બનેલો બનાવ: પોલીસ દ્વારા તપાસ: ભારે ચકચાર

જામનગરના મોહનનગર વિસ્તારમાં બહેનના ઘરે રોકાવા ગયેલી યુવતિ પર બનેવીએ નજર બગાડીને શારીરિક સંબંધ રાખી ગર્ભ રાખી દીધાનું બહાર આવતા આ મામલે બનેવી સામે સીટી એ ડીવીઝનમાં ફરિયાદ દાખલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે, આ ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના મોહનનગર આવાસ ખાતે રહેતી ભોગ બનનાર યુવતિની બહેન બીમાર હોય આથી થોડા મહિના પહેલા ભોગ બનનાર યુવતિ ત્યાં રોકાવા માટે ગઇ હતી, એ સમય દરમ્યાન આરોપી બનેવીએ તેણી સાથે મરજી વિઘ્ધ શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભ રાખી દીધો હતો.

આ અંગેની વિગતો બહાર આવતા ભોગ બનનાર યુવતિ દ્વારા સીટી એ ડીવીઝન આરોપી બનેવી મનોજ લાલજી રાઠોડ રહે. મોહનનગર આવાસની વિઘ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચલાવવામાં રહી છે, વધુમાં જાણવા મળ્યા વિગત મુજબ ગત તા. 01/07/ર0ર0 ના સમય દરમ્યાન મોહનનગર ખાતે આ બનાવ બન્યો હતો અને ગત રાત્રિના સીટી એ ડીવીઝન ખાતે જાહેર કરવામાં આવ્‌યો હતો, દુષ્કર્મની ઘટના સામે આવતા આરોપી તરફે ફીટકારની લાગણી વરસી રહી છે. પોલીસ દ્વારા ફરિયાદ અનુસંધાને આરોપીની ધરપકડ કરવા અને મેડીકલ સહિતની તજવીજ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS