ધ કેરલ સ્ટોરીના સર્જકોને ફાંસી આપવાની માગ કરનારા NCP નેતા સામે ફરિયાદ

  • May 11, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અદા શર્માની ફિલ્મ રોજ નવા વિવાદો અને બોક્સ ઓફિસ પર રેકોર્ડ કરી રહી છે
  • કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની પણ આ મામલે કૂદ્યાં, કહ્યુ- ફિલ્મનો વિરોધ કરનારા આતંકવાદી સમર્થક


અદા શર્માની ભાજપપ્રેમી ફિલ્મ ધ કેરલ સ્ટોરીનો વિવાદ દરરોજ વધી રહ્યો છે. કેન્દ્રની અને રાજ્યોની ભાજપ સરકારો આ ફિલ્મને પ્રમોટ કરી રહી છે. જ્યારે દેશમાં ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. કેરળ, તમિલ નાડુ અને પશ્ચિમ બંગાળ સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે, તો યુપી એમપી સરકારે ટેક્સફ્રી કરી દીધી.


વળી કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીનું તો કહેવું છે કે આ ફિલ્મનો વિરોધ કરનારા આતંકવાદી સમર્થક છે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા જિતેન્દ્ર આવહાડેએ આ ફિલ્મ બનાવનારાને ફાંસીએ લટકાવવાની માગ કરી હતી. જેને પગલે આવ્હાડે સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી દેવાઇ છે.


ધ કેરલ સ્ટોરીમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મહત્ત્વની ભૂમિકામાં છે. 40 કરોડના ખર્ચે બનેલી સુદીપ્તો સેનની ધ કેરલ સ્ટોરી 4 છોકરીઓની વાર્તા પર આધારિત છે, જેમાં 3નું બ્રેઈનવોશ કરીને બીજા ધર્મમાં પરિવર્તન કરાવીને તેમનું શોષણ કરવામાં આવે છે. 


ધ કેરલ સ્ટોરીની વાર્તા કેરળમાં આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે ધર્મ પરિવર્તન પર આધારિત છે. ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. એક પક્ષ આ ફિલ્મને સાચી વાર્તા કહીને પ્રમોટ કરી રહ્યો છે તો બીજો પક્ષ તેને કાલ્પનિક ગણાવી રહ્યો છે. ધ કેરલ સ્ટોરીનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે.


NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે, ધ કેરળ સ્ટોરી ફિલ્મના નિર્માતાએ માત્ર કેરળની છબી જ ખરાબ નથી કરી પરંતુ રાજ્યની મહિલાઓનું પણ અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે કેરળમાંથી 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ અને ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનમાં જોડાઈ ગઈ. પરંતુ વાસ્તવમાં આ આંકડો માત્ર 3 છે. જણાવી દઈએ કે આવ્હાડ આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદોમાં રહી ચૂક્યા છે.


તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે રામ નવમી અને હનુમાન જયંતિ રાજ્યમાં રમખાણો કરાવવા માટે ઉજવવામાં આવે છે. ધર્મ પરિવર્તન અને આતંકવાદ અને ધ્રુવીકરણ રાજકીય પ્રવચનના મુદ્દાઓ પર આધારિત ફિલ્મ ધ કેરળ સ્ટોરીને ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.


કેટલાક વિરોધ પક્ષોના નેતાઓએ કથિત રીતે નફરતને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મની ટીકા કરી છે. ઉપરાંત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એક તરફ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ તેને લઈને રાજકારણ પણ તેજ થઈ રહ્યું છે.



ફિલ્મ ધ કેરલ સ્ટોરી 5મી મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચુકી છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ રીલિઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. તે બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મ અંગે લોકોનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા કેરળ રાજ્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  

હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જે રાજકીય પક્ષો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેઓ આતંકવાદીઓની સાથે ઉભા છે. હું પોતે એક માતા હોવાના કારણે આ વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું. જે રાજકીય પક્ષો પોતાના દેશના નાગરિકો પર થયેલા અત્યાચારને ભૂલી જાય છે તેઓ આતંકવાદી ષડયંત્રો સાથે ઉભા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application