ભાદરા પાટીયા પાસે પોલીસની ફરજમાં કાવટ કયર્નિી જામનગરના કોર્પોરેટર સામે ફરીયાદ

  • June 10, 2021 11:16 AM 

બહુજન સમાજ પાર્ટીના કાર્યકતર્િ અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર રાહુલ બોરીચા માસ્ક વીના નીકળતા ભાદરા પાટીયા નજીક બનેલો બનાવ

પ્રજાના સેવક ગણાતા નગરસેવક પણ પોલીસ સામે ગમે ત્યારે બાખડી પડે છે, જામનગરના વોર્ડ નં. 6ના નગરસેવક રાહુલ રાયધનભાઇ બોરીચા ભાદરા નજીક ટાટા સફારી કારમાં જઇ રહયા હતા ત્યારે તેમણે માસ્ક ન પહેરતા પોલીસે તેની પુછપરછ કરતા મામલો બિચકયો હતો અને પ્રજાના સેવકને દંડ ભરવાનો ન હોય તેમ કહીને પોલીસ સાથે બોલાચાલી કરતા પોલીસે ફરજની કાવટ ગણીને જાહેરનામા ભંગ કરવા અંગે આ નગરસેવક સામે ફરીયાદ નોંધતા ભારે ચકચાર મચી છે.

આ અંગેની વિગત એવી છે કે જામનગરમાં ભકિતનગર પ્લોટ નં. 6 દિગ્જામ મીલ પાછળ રહેતા 23 વર્ષના કોર્પોરેટર રાહુલ ગોરધનભાઇ બોરીચા બહુજન સમાજ પાર્ટીમાંથી ચુંટાયા છે, તેઓ ટાટા સફારી કારમાં ભાદરા નજીકથી પસાર થઇ રહયા હતા ત્યારે પોલીસે ચેકીંગ દરમ્યાન માસ્ક કેમ પહેર્યુ નથી તેવી પુછપરછ કરતા તેમણે કહયુ હતું કે હું પ્રજાનો સેવક છું મારે દંડ ભરવાનો ન હોય અને હાજર રહેલા પોલીસકર્મીને ફરજના ભાગપે માસ્ક ન પહેરવા અંગે દંડ ન આપતા પોલીસે તેમની સામે ફરજમાં કાવટ કરવા અંગે અને જામનગર ડીએમના જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. આમ બહુજન સમાજના નગરસેવક સામે જોડીયા પોલીસે ગુન્હો નોંઘ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)