ખંભાળિયાની સગીરાના અપહરણ સબબ ભાટીયાના શખ્સ સામે ફરિયાદ

  • May 28, 2021 10:53 AM 

સલાયા મરીન પોલીસ દ્વારા હાથ ધરાતી કાર્યવાહી

ખંભાળિયા તાલુકાના સોડસલા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ એવા એક પરિવારની સગીરાનું થોડા સમય પૂર્વે અપહરણ થયું હતું. આ અંગે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના રહીશ હરભમ લખુભાઈ વાઘેલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. જે સંદર્ભે થયેલી પોલીસ કાર્યવાહીમાં ચૂંટણી કાર્ડ ઉપરથી જે- તે સમયે સગીરા પુખ્ત વયની હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારબાદ ભોગ બનનાર સગીરાના વાલી- વારસદાર દ્વારા રાવલ નગરપાલિકા ખાતેથી ભોગ બનનારનો જન્મ તારીખનો દાખલો કઢાવવામાં આવતા તેણીની ઉંમર 17 વર્ષ અને 6 મહિનાની હોવાનું ખુલવા પામ્યું હતું.

આશરે બે માસ પૂર્વેના આ પ્રકરણ સંદર્ભે વિવિધ પરિબળો બાદ સગીરાના માતા દ્વારા ઉપરોક્ત શખ્સ સામે સલાયા મરીન પોલીસમાં પોતાની સાડા સત્તર વર્ષની સગીર પુત્રીને કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરવાના ઈરાદે લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને લઈ જવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS