થોડા દિવસ પહેલાજ તુમકુરમાં ખેડૂતોના અપમાન બાબતે કંગના વિરુદ્ધ FIR નોંધાઈ હતી જયારે કંગના વિરુદ્ધ બીજી FIRમાં ધર્મના નામ પર નફરત અને અફવા ફેલાવવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.ત્યારે ફરી એક વખત કંગના રનૌત વિરુદ્ધ મુંબઈમાં એક FIR નોંધાઈ છે.
કંગના રનૌત વિરુધ મુંબઈમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ન્યાયપાલિકા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં મુંબઈના વકીલ અલી કાશીફ ખાન દેશમુખે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેની ફરિયાદમાં કંગના પર બે ધાર્મિક સમુદાયો વચ્ચે વિદ્રોહ અને મતભેદ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.અને દેશમુખે કહ્યું છે કે એક્ટ્રેસની અંદર દેશની વિવિધતા અને કાયદાનું સન્માન નથી.અને કંગના એ ન્યાયપાલિકા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક ટ્વીટ કર્યા છે ત્યારે કંગનાએ પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે હું મહારાષ્ટ્રમાં ફેસિસ્ટ સરકાર સામે સાચી લડાઈ લડી રહી છું, તમારા બધા જેવી ફ્રોડ નથી.' આ કેસની સુનાવણી ૧૦ નવેમ્બરે અંધેરી કોર્ટમાં થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationમુંબઈ : વિરારની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 13 દર્દીના મોત
April 23, 2021 08:33 AMગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech