જામનગરના વાડીનાર બંદરેથી શિપ વિઝિટ પૂર્ણ કરી કારમાં પરત ફરી રહેલા મુંબઈની જોડર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના ટેકનિકલ સુપ્રિન્ટેન્ડેન્ટનું પડધરી પાસે કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યાના અકસ્માત મૃત્યુ વળતરના કેસમાં કોર્ટે મૃતકના વારસદારોને ૧૫ કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મુંબઈ ખાતે રહેતા રાણાપ્રતાપસિંહ દેવનારાયણસિંહ મુંબઈમાં જ જોડર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડમાં ટેકનિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ વાડિનાર મુકામે શિપ વિઝિટમાંથી પરત મુંબઈ જવા માટે સનરીજ લોજીસ્ટીક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની કારમાં બેસીને વાડિનારથી હિરાસર એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે પડધરી પાસે આગળ જતી અલ્ટો કારમાં પંચર પડતા તેના ડ્રાઈવરે બ્રેક મારતા, રાણાપ્રતાપસિંહ બેઠા હતા તે ઈનોવા કારના ચાલકે કાબુ ગુમાવતા ઈનોવા કાર પલ્ટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં ઘવાયેલા મુસાફર રાણાપ્રતાપસિંહનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જેથી મૃતક યુવાનના વારસો દ્વારા પોતાના વકીલ કલ્પેશ વાઘેલા મારફત રાજકોટની મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ ઇનોવા કારની બજાજ એલીયાન્સ વીમા કંપની સામે અને અલ્ટો કારની ટાટા એઆઈજી જનરલ ઇન્સ્યોરન્સ સામે અકસ્માત મૃત્યુ વળતર મેળવવા અરજી દાખલ કરી હતી. જેમાં ગુજરનાર રાણા પ્રતાપસિંહ કંપનીમાં ટેકનિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે વાર્ષીક રૂ. ૬૨.૨૯ લાખના પેકેજમાં નોકરી કરતા હતા હોવાના પુરાવાઓ સહિતની રજૂઆતો અને દલીલો ધ્યાને લઈને મોટર એકસીડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા મૃતકના વારસોને કુલ રૂપિયા 15 કરોડોનું વળતર ચૂકવવા બંને વીમા કંપનીઓને હુકમ કર્યો હતો.
આ કામે ગુજરનાર રાણાપ્રતાપસિંહ દેવનારાયણ સિંહના વારસદારો વતી રાજકોટના અકસ્માત વળતરના નિષ્ણાંત એડવોકેટ કલ્પેશ કે. વાઘેલા, અર્જુન ડી. કારીયા (ગઢવી) અને કરણ ડી. કારીયા (ગઢવી) રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech