WhatsApp :વોટ્સએપની નવી પોલીસીને લઈને ઉભા થયેલા સવાલો અને પ્રાયવસી બાબતે કંપનીએ આપ્યો આ જવાબ

  • January 12, 2021 02:31 PM 547 views

વોટ્સએપ તેની નવી પોલીસીને લઈને વિશ્વભરમાં ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યું છે.  નવી પોલીસી અંગે લોકોના મનમાં રહેલી શંકાઓને દૂર કરવા કંપનીએ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. વળી, કંપનીએ કહ્યું છે કે તમારો સંવેદનશીલ ડેટા ફેસબુક સાથે શેર થતો નથી. આ સિવાય કંપનીએ એમ પણ કહ્યું છે કે નવા પોલિસી અપડેટથી મિત્રો અને પરિવાર સાથેના તમારા સંદેશાઓની ગોપનીયતાને કોઈ અસર થશે નહી. 

વોટ્સએપે કહ્યું છે કે નવી પોલિસીમાં વ્હોટ્સએપ બિઝનેસને લગતા ફેરફારો શામેલ કરવામાં આવશે, જે વૈકલ્પિક છે. આ ઉપરાંત, તે માહિતીને કેવી રીતે એકત્રિત અને ઉપયોગમાં લઈએ છીએ તે વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. વોટ્સએપે વિગતવાર બ્લોગમાં લોકેશન ડેટા, કોલ લોગ્સ અને ગ્રૂપ જેવા ડેટા વિશેના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેણે એમ પણ કહ્યું છે કે ફેસબુક સાથે વ્હોટ્સએપ ડેટા શેર નહી થાય. 

મેસેજ અને કોલલ અંગે વોટ્સએપએ કહ્યું છે કે કંપની ન તો તમારા મેસેજીસ વાંચી શકે છે અને ન તમારા કોલ્સ સાંભળી શકે છે અને ન તો ફેસબુક આ કામ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, વોટ્સએપ એ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ થયેલ છે અને તેમ જ રહેશે.

તેમજ અમે સંદેશાઓ અને કોલિંગનો લોગ પણ રાખતા નથી. એટલે કે, જે લોકો કોલ કરે છે કે મેસેજ કરે છે, તે ડેટા વોટ્સએપ રાખતું નથી. એ જ રીતે, લોકેશન અંગે કંપનીએ કહ્યું કે અમે ન તો તમારું લોકેશન જોઈ શકીએ છીએ અને ન ફેસબુક જોઈ શકીએ છીએ. કંપનીએ વધુમાં કહ્યું કે જ્યારે તમે વોટ્સએપમાં કોઈની સાથે લોકેશન શેર કરો છો, ત્યારે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ થાય છે. આવી સ્થિતિમાં, લોકેશન શેર કરનાર વ્યક્તિ જ જોઈ શકે છે.

વોટ્સએપે આગળ કહ્યું છે કે તે તમારા સંપર્કોને ફેસબુક સાથે શેર કરતું નથી. આ વિશે થોડું વધુ સમજાવતાં, કંપનીએ કહ્યું કે અમે ફક્ત તમારી એડ્રેસ બુકમાંથી ફોન નંબરો એક્સેસ કરીએ છીએ. જેથી મેસેજિંગને ઝડપી કરી શકાય. ઉપરાંત, અમે તમાર કોન્ટેક્ટ લીસ્ટને અન્ય ફેસબુક એપ્લિકેશનો સાથે શેર કરતા નથી.

તેમજ ગ્રૂપ અંગે વોટ્સએપે કહ્યું છે કે ગ્રૂપ ખાનગી રહે છે. કંપનીએ કહ્યું છે કે અમે મેસેજ ડીલીવર કરવા અને સેવાને દુરૂપયોગથી બચાવવા ગ્રૂપ મેમ્બેર્શીપનો ઉપયોગ કરીએ છીએ. અમે આ ડેટાને ફેસબુક સાથે જાહેરાતો માટે શેર કરતા નથી. ઉપરાંત, કંપનીએ કહ્યું છે કે ખાનગી ચેટ્સ એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટ કરે છે અને અમે તેમની સામગ્રી જોઈ શકતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application