અમેરિકાની મોટી ટેક કંપનીઓએ આ વર્ષે ઓછી સંખ્યામાં એચ–૧બી વિઝા સ્પોન્સર કર્યા છે. યુનાઇટેડ સ્ટેટસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્રારા જાહેર કરાયેલા ડેટામાંથી આ માહિતી પ્રા થઈ છે. આ વિઝા દ્રારા ભારતમાંથી મોટાભાગના લોકો ટેક સેકટરમાં કામ કરવા માટે અમેરિકા જાય છે. યુએસસીએસના ડેટા અનુસાર, ગૂગલ,એમેઝોન,ઇનફોયસ અને આઈબીએમ જેવી કંપનીઓએ પહેલા કરતા આ વખતે ઓછા એચ–૧બી વિઝા સ્પોન્સર કર્યા છે.
એચ–૧બી વિઝા દ્રારા અમેરિકામાં અભ્યાસ કરવા ગયેલા ભારતીયો સહિત વિદેશી વિધાર્થીઓ અને વ્યાવસાયિકોને કામ કરવાની તક મળે છે. આ વિઝા ત્રણ વર્ષ માટે ઉપલબ્ધ છે અને તે બીજા ત્રણ વર્ષ માટે પણ લંબાવી શકાય છે. ઐતિહાસિક રીતે એવું જોવામાં આવ્યું છે કે એચ–૧બી વિઝા મેળવવામાં ભારતીયો સૌથી આગળ રહ્યા છે. આ વર્ષના ડેટા દર્શાવે છે કે લગભગ તમામ મોટી કંપનીઓએ સ્પોન્સરશિપમાં ઘટાડો કર્યેા છે. લગભગ તમામ ટોચના ૧૫ એચ–૧બી પ્રાયોજકોએ નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ઓછા વિઝા મંજૂર કર્યા છે, જે ૧ ઓકટોબર, ૨૦૨૩થી સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૪ સુધી ચાલે છે, યુએસસીઆઈએસ ડેટા દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માં, ભારતીયોને કુલ ૩૮૬,૦૦૦ એચ–૧બી વિઝામાંથી ૭૨.૩ટકા મળ્યા, યારે ચીનના નાગરિકોને માત્ર ૧૧.૭ટકા વિઝા મળ્યા. ૨૦૨૪ ના ટોચના એચ–૧બી પ્રાયોજકો છે. ભારતીય આઈટી કંપનીઓ હવે એચ–૧બી વિઝાને સ્પોન્સર કરવાનું ટાળી રહી છે. સર્વે મુજબ ૨૦૧૬ થી, અમેરિકન કંપનીઓએ એચ–૧બી વિઝાના ઉપયોગમાં ૧૮૯ટકા વધારો કર્યેા છે. એમેઝોને ૪૭૮ ટકા વધુ એચ–૧બી વિઝા અરજીઓ ફાઇલ કરી છે, યારે મેટા અને ગૂગલે વિઝા અરજીઓમાં અનુક્રમે ૨૪૪ ટકા અને ૧૩૭ ટકા વધારો જોયો છે. બીજી તરફ ટીસીએસ, વિપ્રો,ઇનફોયસ અને એચસીએલ જેવી મોટી ભારતીય આઈટી કંપનીઓએ એચ–૧બી વિઝાના ઉપયોગમાં ૫૬ ટકા ઘટાડો કર્યેા છે. ઓછી વિઝા સ્પોન્સરશિપના કારણે ભારતીયો માટે અમેરિકામાં નોકરી મેળવવી મુશ્કેલ બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech