જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં રીક્ષાનું હોર્ન વગાડવાની બાબતમાં શાકભાજીની લારી વાળાનો હંગામો

  • August 19, 2024 01:06 PM 

રિક્ષાચાલક અને તેના પિતરાઈ ભાઈ ઉપર છરી વડે હુમલો કરી ઝપાઝપી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ


જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં રિક્ષાનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શાકભાજી ની રેકડી ના ચાલકે રીક્ષા ચાલક અને તેના પિતરાઈ ભાઈ ઉપર હુમલો કરી દઇ ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાધિકા સ્કૂલ પાસે રહેતા અને વેપાર કરતા જલ્પેશ દિનેશભાઈ નકુમ નામના વેપારી યુવાન ગઈકાલે શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યા હતાં, અને પોતાના ભાઈ ઉમેદભાઈ નકુમ નામના પિતરાઈ ભાઈ ની રિક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા.


જે દરમિયાન રેકડી ચાલક અવેશ હનીફભાઈ શેખ રસ્તા પર આડેથી રેંકડી સાતે ઉભો હોવાથી રીક્ષા ચાલકે હોર્ન વગાડી તેની રેકડી એક તરફ ખસેડવા માટે કહ્યું હતું. જે રીક્ષા ચાલક અવેશને પસંદ પડ્યું ન હતું, આથી તેણે રીક્ષા ચાલક ઉમેદભાઈ સાથે ઝપાઝપી કરી હતી.


જે દરમિયાન પાછળ બેઠેલા તેના પિતરાઈ ભાઈ જલ્પેશભાઈએ છોડાવવા માટે વચ્ચે પડતાં તેના હાથમાં છરી વડે હુમલો કરી દીધો હતો, જેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને પિતરાઈ ભાઈઓ પર હુમલો કરવા અંગે રીક્ષા ચાલક અવેસ હનીફભાઈ શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application