બેહ ગામના સરપંચનુ સરાહનીય કાર્ય

  • May 30, 2024 10:41 AM 

ગામમાં પાણીની તંગી સર્જાતા પોતાની વાડીએ ઉનાળુ પાક વાવવાના બદલે  ગામમાં પાણી વિતરણ 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહદ અંશે  ગામોના સ્થાનિક જળ સ્ત્રોતોમાં પાણી ઓછા કે ખાલી થઈ ગયા છે કે પછી અન્ય જળ સ્ત્રોતો નથી હાલ ઉનાળો હોય મોટાભાગના બોર કુવા તળાવ ડેમોમાં પાણી તળિયે કે ખલાસ છે ત્યારે પચાસ ટકા થી વધુ ગામો નર્મદાનું પાણી આધારિત હોય નર્મદાનું રોજ પાણીની માંગ વધે છે તથા કેટલીક વાર ફોલ્ટ થતા કલાકો સુધી પાણી પુરવઠો ખોરવાઈ જાય છે તેમજ વિજકાપ આવે ત્યારે અથવા ત્યાંથી પાણી આવ્યા પછી સ્થાનિક ગામોના પંપોમાં પણ વીજ પુરવઠો બંધ થતાં કલાકો પાણીની લાઇન બંધ રહેતા લોકોને પરેશાન થાય છે.



 પાણીની જરૂરિયાતની મુશ્કેલી ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં સર્જાય રહી છે આ અંગે બેહ ગામના અગ્રણી અને જુંગીવારા ધામ અંનક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન વેરશીભાઈ માયાણીએ જણાવ્યું હતું કે ચાર હાજર ની વસ્તી ધરાવતા બેહ ગામમાં સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ આવેલું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોય ત્યાં અન્નક્ષેત્રનો કાર્ય પણ ચાલુ હોય તેમજ ગામની ગૌશાળા તેમજ પશુ ઢોર અને લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતી જોવા મળી રહી છે.



 ત્યારે હાલ ગામમાં પાણીના સ્ત્રોત ઘટતા નર્મદા પાણી આધારિત ગામ થયું છે પરંતુ 10 થી 15 દિવસે એકવાર પાણી મળી રહ્યું છે ત્યારે મુશ્કેલી પડતી હોય ત્યારે બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમાયાભાઈ ગઢવીએ  ગામથી ચાર કિલોમીટર દૂર પોતાની વાડીએથી ઉનાળુ પાકની પિયત કરવાના બદલે ગામમાં પાણીની જરૂરિયાત પૂરી થાય તે સંદર્ભે પોતાના ખર્ચે બોરકુવા માંથી પાણી પૂરું કરવાની વ્યવસ્થા હાથ ધરી છે આ ઉમદા કાર્ય કરવા બદલ સરપંચ પ્રવીણભાઈ એ માનવતાવાદી અભિગમ અપનાવી આ ઉમદા કાર્ય કરતા ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application