વાવાઝોડા સમયે સલાયા મરીન પોલીસની પ્રશંસનીય કામગીરી

  • June 19, 2023 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુદરતી આફત વાવાઝોડામાં આવેલ મુશ્કેલીઓના તંત્ર દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં પોલીસ, નગરપાલિકા, પીજીવીસીએલ તેમજ જુદી જુદી સંસ્થાઓએ પણ પોતાની માનવતા મહેકાવી હતી.

સલાયા મરીન પોલીસની કામગીરી ધન્યવાદને પાત્ર હતી. જેમાં ઝુંપડપટ્ટીમાંથી સમજાવી લોકોને સેલ્ટર હોમ ખાતે ખસેડવા તથા રસ્તા ચાલુ કરવા વિગેરેમાં પોલીસની કામગીરી ખૂબ સુંદર રહી હતી. એમાં પણ વાવાઝોડા બાદ આવેલ અનરાધાર વરસાદમાં ખારી વિસ્તારમાં પાણી ભરાતા તથા વસવાટ કરતા લોકો ફસાયા હતા, જેની જાણ મરીન પોલીસ સલાયાને થતા તુરંત ચાર ફૂટ જેટલા પાણીમાં જઇ અને દોરડાની મદદથી લોકો અને નાના બાળકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. તેમજ સલાયાની પાસે આવેલ ડી.વી. સોલ્ટ દ્વારા 11 તારીખથી 16 તારીખ સુધી મહાજન વાડીએ સેલ્ટર ટીમ ખોલી તમામ ખર્ચ તેમના માલિક અનિલભાઇ તન્ના, લાલાભાઇ તન્ના તથા પ્રકાશભાઇ મોરઝરીયા એ ઉઠાવેલ હતો. આમ સમગ્ર કુદરતી આફતમાં તમામ તંત્ર, પોલીસ તેમજ સંસ્થાઓની કામગીરી ખૂબ સારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application