પોરબંદર ચેમ્બર દ્વારા કોરોના મેગારસીકરણના દ્વિદિવસીય કેમ્પનો પ્રારંભ

  • April 01, 2021 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં આજથી બે દિવસ માટે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેના મેગા રસીકરણ કેમ્પનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્‌યું છે. જેમાં સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા અને શુક્રવારે પણ સવારથી સાંજ સુધી રસીકરણ થશે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ આ કેમ્પના પ્રારંભ પ્રસંગે જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા માટે સરકાર કટીબધ્ધ છે અને રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી રહી છે ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ આજે અને શુક્રવાર તા. ર એપ્રિલ એમ બે દિવસો દરમિયાન સવારે 9 થી સાંજે પ વાગ્યા સુધી ચેમ્બર ઓફ કોમર્સ (બિરલા હોલ) ખાતે નિ:શુલ્ક રસીકરણના મેગા કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગના સહયોગથી કરવામાં આવ્‌યું છે. જેમાં 45 વર્ષ કે તેથી વધુ વયના કોઇપણ નાગરીક નિ:શુલ્ક રસીકરણ કરાવી શકશે. તેથી સવારથી જ લોકો કોરોના રસીકરણ કરાવવા ઉમટી પડ્યા છે અને તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા રસી અપાયા બાદ અડધો કલાક સુધી લોકોને તબીબી પરીક્ષણ હેઠળ પણ રાખવામાં આવે છે. આવતીકાલે પણ લોકો લાભ લઈ શકશે અને તેના માટે તેઓએ આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.  આ રસીકરણ કેમ્પનો વેપારીઓ સહિત સૌ શહેરીજનોને લાભ લેવાની અપીલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, તેઓ પણ કોરોનાનું રસીકરણ કરાવશે. કોરોનાની રસીથી કોઇ જ આડઅસર થતી નથી તેથી લોકો પણ અચુકપણે રસીકરણ કરાવે તેવી નમ્ર અપીલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS