ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરને ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય સંતો (શિવરાત્રી)ના મેળાનો પ્રારંભ

  • March 08, 2021 07:05 PM 

 ગરવા ગિરનારની ગોદમાં મહા વદ નોમથી શિવરાત્રી સુધી યોજાતા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગઈકાલે સંતો મહંતો તથા  અધિકારી અને રાજકીય પદાધિકારીઓ ની હાજરીમાં હર હર મહાદેવ, જય ભવનાથ ના નાદ સાથે ભવનાથ મહાદેવ ને દર્શન પૂજન કરી સંતો મહંતોએ ધ્વજા નો વિધિવત પૂજન કરી ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય( શિવરાત્રી) સંતોના મેળાનો પ્રારંભ થયો હતો જોકે આ વર્ષે કોરોના મહામારી ને પગલે ભાવિકો ને તળેટીમાં નહિવત પ્રવેશ વચ્ચે મેળો ફક્ત સંતો પૂરતો જ રહેવા પામ્યો છે


ગઈકાલે મહામંડલેશ્વર ૧૦૦૮ ભારતીબાપુ, ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ, ઇન્દ્રભારતી બાપુ, શૈલજા દેવી, સહિતના સંતો-મહંતો દ્વારા ભવનાથ મંદિર ખાતે દર્શન પૂજન કરી વિધિવત ધ્વજારોહણ કરાયું હતું આ તકે કલેકટર ડો સૌરભ પારધી, મેયર ધીરુ ભાઈ ગોહેલ,  ધારાસભ્ય ભીખાભાઈ જોશી,કમિશનર તુષાર સુમેરા, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, કોર્પોરેટર સંજયભાઈ કોરડીયા, 
એભા ભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, હરેશભાઈ પરસાણા , ભરતભાઈ કારેણા ભરતભાઈ ગાજીપરા, જયેશભાઈ દોશી, શ્રીમતી મીનાબેન ધીરુભાઈ ગોહેલ, આરતીબેન જોશી, જ્યોતિબેન વાછાણી  , કિશોરભાઈ ચોટલીયા, સંજયભાઈ મણવર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


 મેળામાં પાસ ધારકો ને પ્રવેશ શહેરીજનોને સ્મશાન પાસેથી જ રસ્તો બંધ
પાંચ દિવસીય સંતો ના મેળા ના પ્રારંભમાં આ વર્ષે કોરોના મહામારી ને પગલે ભાવિકોની ગેરહાજરીમાં સંતો મહંતો પૂરતો જ મેળો ઉજવાતો હોય તો બીજી તરફ કોરોના નું સંક્રમણ ન થાય તેને લઈ તંત્રએ સોનાપુરી સ્મશાન પાસેથી જ બેરેક લગાવી ફક્ત અને ફક્ત પાસ ધારકોને તળેટી માં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો અને શહેરીજનોને રોકવામાં આવ્યા હતા

પોલીસ તંત્ર સાથે લોકોને ચડભડ
આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો કોરોના કાળ વચ્ચે થતો હોય જેથી મેળામાં ભાવિકોને પ્રવેશ નહીં આપવાના તંત્રના નિર્ણયને લઈ પોલીસ તંત્ર દ્વારા સોનાપુરી પાસે જ ચુસ્ત બંદોબસ્ત રાખી ભવનાથ પ્રવેશવાની ભાવિકોને મનાઈ ફરમાવતા ગઈકાલે સવારથી જ ભવનાથ તળેટીમાં આવતા લોકોમાં નારાજગી વ્યાપી હતી તેમજ નિયમ થી અજાણ લોકો સાથે પોલીસને ચડભડ પણ થવા પામી હતી તો બહારગામ ગામથી ઘણા લોકો ને પણ ધર્મ નો ધક્કો થયો તેવું અહેસાસ થતો હતો. 

સોનાપુરી સ્મશાન પાસે જ કોરોના ટેસ્ટિંગ સેન્ટર
 કોરોના મહામારી ને પગલે આ વર્ષે વહીવટીતંત્ર ના જિલ્લા કલેકટર ડો સૌરભ પારધીના માર્ગદર્શન નીચે સોનાપુરી સ્મશાન પાસે જ કોરોના ટેસ્ટિંગ સેન્ટર ટેન્ટ ઉભો કરી તેમજ તળેટી ખાતે મંજૂરી લઈ પ્રવેશતા તમામ નું ટેમ્પરેચર થર્મલ ગનથી ચકાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો બહારથી આવતા સંતો મહંતો ને તથા ભાવિકોનું રેપિડ ટેસ્ટ કરી બાદમાં જ સલામતીના ભાગરૂપે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ભાવિકો અને નાના વેપારીઓ ની ગેરહાજરીને પગલે ભવનાથ તળેટી સૂમસામ
કોરોના ને લઈ આ વર્ષે મહાશિવરાત્રી મેળો ફક્ત સંતો પૂરતો જ યોજવાના વહીવટીતંત્રને સરકારના નિર્ણયને પગલે આ વર્ષે પાંચ દિવસીય મેળો સંતો નો મેળો જ લાગી રહ્યો છે તેમજ ગઈકાલે પ્રથમ દિવસે દર વર્ષે પાંચ લાખથી વધુ ભાવિકોના આગમનને પગલે તળેટી માં માનવ કીડીયારું ઉભરાતું હતું જે આ વર્ષે ભાવિકોની અને ખાસ કરીને નાના વેપારીઓ ની ગેર હાજરીને પગલે તળેટી સુમસામ ભાસી રહી છે તેમજ રસ્તાઓ માં સોંપો જોવા મળી રહ્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS