દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહકજન્ય રોગ અટકાયતી સર્વેલન્સ કામગીરીનો પ્રારંભ

  • June 05, 2021 01:38 PM 

આરોગ્ય વિભાગને સહકાર આપવા લોકોને અપીલ કરાઈ

     રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન “મેલેરીયા મુક્ત ગુજરાત” અન્વયે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર જન્ય રોગો જેવા કે, મેલેરીયા, ડેન્ગ્યું ચીકનગુનીયા વાહકજન્ય રોગોને નિયંત્રણમાં લેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેલેરીયા શાખા અને આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસ દરમ્યાન “મેલેરીયા વિરોધી જૂન માસ” ઉજવણીના ભાગ રૂપે ગામ અને શહેરોમાં સર્વેની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.

   દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લામાં 300 આરોગ્ય કર્મચારીઓ અને 500 આશાવર્કર દ્વારા તા 30 જૂન સુધી રોગોના સર્વેલન્સ અને મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવા તેમજ પોરાનાશક કામગીરી અને વધુમાં જરૂરી જણાય તો ફોગીંગ અને નાના મોટા તળાવ, ટાંકાઓમાં પોરા ભક્ષક માછલી મુકી અને મચ્છરોના ઉત્પતિ સ્થાનો નાશ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ કટીબધ્ધ છે. જનસમુદાયમાં 10427 મળી કુલ 17386 જેટલી દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે.

   ગત વર્ષે સર્વેલન્સની ઘનિષ્ઠ કામગીરી અન્વયે જનસમુદાયના સહયોગના કારણે અગાઉના વર્ષ કરતા મેલેરીયા રોગચાળામાં 50 ટકા તેમજ ડેન્ગ્યુમાં 95 ટકા જેટલો રોગ અંકુશમાં લાવી શકાયો છે. આ વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તરોમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા જિલ્લા મેલેરીયા અધિકારી ડો. એમ.ડી. જેઠવાના માર્ગદર્શન હેઠળ આશરે આઠ લાખની વસ્તીના 1.50 લાખ ઘરોમાં સર્વે કરી રોગ અટકાયતી પગલાઓ ભરવામાં આવશે.

    આ કામગીરી દરમ્યાન લોકો મચ્છરના ઉત્પતિ સ્થાનો જેવા કે, નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના ફુવારા, ફ્રીજ, એ.સી.ટ્રે, કુલરની ટ્રે, ફુલઝાડના કુંડા અને બંધીયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીમાં પોરા ન થાય તે મુજબ પાણી દર અઠવાડિયે ઘસીને પાત્રોને સાફ કરે તેમજ હવા ચુસ્ત પાત્રમાં ઢાંકીને સંગ્રહ કરવા જણાવવામાં આવ્યું છે.

    આ ઉપરાંત મચ્છરદાની, મચ્છર અગરબતી, કડવા લીમડાનો સવાર-સાંજ ધુમાડો, ધુપ, સવાર-સાંજ ઘરના બારી બારણા બંધ રાખવા, સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા વગેરે સાવચેતી રાખવા તેમજ વાહકજન્ય રોગ અટકાયતી સર્વેલન્સ કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય સાથ અને સહકાર આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)