જામનગરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

  • July 21, 2021 11:14 AM 

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીના કારણે તહેવારો, વ્રતોને રીતસરની બે્રક લાગી ગઈ હતી જે કોરોનાનું સંક્રમણ ઘટતાં કેન્દ્ર-રાજ્ય સરકારની ગાઈડલાઈનના આધારે આપવામાં આવેલી છૂટછાટના પગલે લોકોમાં તહેવારોનો ઉત્સાહ આવી રહ્યો છે. આજથી જામનગરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં વહેલી સવારથી જ કુમારિકાઓ-મહિલાઓએ શિવ મંદિરે પૂજા અર્ચના કરી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ કર્યો હતો. ભગવાન શંકર અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા અને આશીવર્દિ મેળવવા આ વ્રત કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિ અને કુટુંબનું આરોગ્ય અને કલ્યાણની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. સૌભાગ્યવતી સ્ત્રી વહેલી સવારે ઉઠીને મહાદેવજીના મંદિરે જઈને પૂજા-અર્ચના કરી નૈવૈદ્ય અને પ્રસાદ અર્પણ કરે છે અને પાંચ દિવસ સુધી મીઠા વિનાનું ભોજન કરે છે. જામનગર શહેરમાં કાશિવિશ્ર્વનાથ મંદિર, વૈજનાથ મંદિર, દુ:ખભંજન મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્ર્વર, સુખનાથ મહાદેવ વગેરે શિવાલયોમાં આજે વહેલી સવારથી જ બ્રાહ્મણોને (પુરોહિત) સાથે રાખીને મહાદેવજીની પૂજા-અર્ચના કરી મંગલ પ્રાર્થના કરી હતી અને ધન્યતા અનુભવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS