માર્કેટની ડિમાન્ડ મુજબ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ફેરફારો કરાતા કોલેજો ફુલ

  • April 19, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્જિનિયરિંગ કોલેજમાં હજારો બેઠકો ખાલી રહેતી હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદો પછી ગુજરાત સરકારના ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રી- સ્ટ્રક્ચરિંગના નામે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો અને તેને સફળતા મળી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે.


તારીખ 28 જૂન 2023 ના રોજ ટેકનિકલ એજયુકેશન વિભાગ દ્વારા આ સંદર્ભે નિર્ણય લેવાયો હતો અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની મંજૂરી મેળવીને વર્તમાન જમાનામાં આઉટ ઓફ ડેટ થયેલા અભ્યાસક્રમો અને તેની બેઠકો રદ કરવામાં આવી હતી. ત્યારે સામે બાજુ વર્તમાન જમાનાની માગણીને અનુરૂપ નવી બેઠકો અને અભ્યાસક્રમો ઉભા કરવામાં આવ્યા હતા.


ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજ્યમાં આવેલી કુલ ૧૬ પૈકી 10 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં જુદા જુદા 14 હયાત અને નવા અભ્યાસક્રમો મળીને કુલ 1539 બેઠકોમાં રી સ્ટ્રક્ચરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 2024 ના પ્રથમ શૈક્ષણિક સત્રમાં જ આ પૈકીની 1413 બેઠકો ભરાઈ ગઈ હતી. આવી જ રીતે 31 સરકારી પોલીટેકનીક સંસ્થાઓ પૈકી નવ કોલેજોમાં જુદા જુદા આઠ હયાત અને નવ નવા અભ્યાસક્રમો મળીને કુલ 748 બેઠકોમાં રી સ્ટ્રક્ચરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાંથી 2024 ના પ્રથમ સત્રમાં 668 બેઠકો ભરાઈ જવા પામી છે. આ મુજબ ડિગ્રી એન્જિનિયરિંગની 92% અને ડિપ્લોમા એન્જિનિયરિંગની 89% બેઠકો ભરાઈ ગઈ છે.

સામાન્ય રીતે વર્તમાન જમાનાની માંગને અનુરૂપ અભ્યાસક્રમો ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજમાં ભણાવતા હોય છે અને તેના કારણે વિદ્યાર્થીઓનો પ્રવાહ એ તરફ વળતો હોય છે. ગુજરાત સરકારે આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારી ઇજનેરી કોલેજોના સ્ટ્રક્ચરિંગમાં ઇમેજિંગ બ્રાન્ચ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન, મશીન લર્નિંગ જેવા નવા અભ્યાસક્રમો દાખલ કર્યા હતા એન્જિનિયરિંગ વિદ્યા શાખામાં 100 ટકા બેઠકો આવી ભરાઈ ગઈ છે જ્યારે આઈસી,ઈસી, રોબોટિક્સ, મિકેનિકલ જેવી કોર બ્રાન્ચમાં 92% થી વધુ સીટ ભરાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application