પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે ઇવેન્ટ મેનેજમેન્ટ અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના ચાર જિલ્લાઓ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ અને જૂનાગઢની આશરે ૧૬૭ કોલેજમાંથી રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા (એન.એ.એ.સી.-નેક) દ્વારા ‘એ’ ગ્રેડ ધરાવનાર ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા બી.એસ.સી. (હોમસાયન્સ)નો અદ્યતન કોર્ષ ચલાવવામાં આવે છે.
જેમાં સેમ-૫માં ઇવેન્ટ મેનેજમેન્ટ વિષયનું ચાર ક્રેડિટનું એક પેપર પણ આવરી લેવામાં આવ્યુ છે. આ પેપર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. કેતન શાહ ભણવતા હોવાથી આગામી તહેવારોને અનુલક્ષીને તેમજ જે દિકરીઓમાં હુનર પડયુ છે તેનો ઉપયોગ ભવિષ્યમાં રોજગારી પણ મળી રહે અને તેનાથી દિકરીઓ આત્મનિર્ભર ભારતના લક્ષને સાધી શકે તે માટે મહેંદી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે બહારથી આમંત્રિત જજ તરીકે રાણાવાવના બ્યુટીશીયન તેમજ બ્યુટીપાર્લરના સંચાલક કિંજલબેન ચાવડા કે જેઓ એસ.બી.આઇ.ની રીસીટ બ્રાન્ચ સાથે પણ જોડાયેલા છે તેમજ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પોરબંદર શહેરની જાણીતી મહેંદી આર્ટિસ્ટ ગીરાચ મહેરીનને આમંત્રિત કર્યા હતા.કુલ ૩૬ વિદ્યાર્થીનીઓને શીખ આપતા જણાવ્યુ હતુ કે આજના કોમ્પીટીશનના સમયમાં તમારી કલાને આગળ વધારીને જે રીતે અમે અમારુ કેરીયર બનાવ્યુ છે તે રીતે તમે પણ આ ક્ષેત્રમાં તમારુ કેરીયર બનાવી શકો છો અને આત્મનિર્ભર બની શકો છો. આ મહેંદી હરિફાઇમાં દલરીદા અબ્દુર રજાક (બી.કોમ. સેમ-૫) પ્રથમ ક્રમાંકે, આર્યા જોશી (એફ.વાય. બી.કોમ.), શીંગરખીયા અંજની (એસ.વાય. બી.કોમ) એ દ્વિતીય નંબરે અને પાણખાણીયા નિરાલી (એફ.વાય.બી.એ.) તૃતીય ક્રમાંક મેળવેલ હતો. આ તમામને મહિલા કોલેજ પરિવાર વતી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech