પેટના દુ:ખાવાથી કંટાળી જઇને પગલુ ભરી લેતા શોકની લાગણી
લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી એક કોલેજીયન યુવતીએ પેટના દુખાવાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે.
લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી અને અભ્યાસ કરતી ભાર્ગવીબેન મહેશભાઈ સાવલિયા નામની 20 વર્ષની કોલેજીયન યુવતીએ ગત તા. 8ના પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા મહેશભાઈ દામજીભાઈ સાવલિયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઇ. ડી.ડી. જાડેજા જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને કોલેજીયન યુવતીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ દરમિયાન તેણીને છેલ્લા બે માસથી સતત પેટમાં દુખાવો રહેતો હતો, અને તેની દવા પણ ચાલતી હતી. પરંતુ સા નહી થતા આ બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech