રંગોલી પાર્ક નજીક આવેલા ૧૫ પાર્ટી પ્લોટ્સમાં કલેકટરનું ચેકિંગ,ત્રણ ગુના દાખલ, સ્પીકર કબ્જે

  • June 05, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરનાં રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ ખુલ્લા પાર્ટી પ્લોટમાં થતા કાર્યક્રમોના કારણે વારંવાર થતા ધ્વનિ પ્રદુષણ અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોશીએ મામલતદાર રાજકોટ તાલુકા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, તાલુકા પોલીસ સ્ટેશન અને આર.એમ.સી.ના અધિકારીઓની તપાસ ટીમ બનાવી રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ તમામ પાર્ટી પ્લોટની તપાસ કરવા આદેશ કર્યો હતો.

તપાસ ટીમ દ્વારા તા.૨૯-૫-૨૦૨૫ના રોજ રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ કુલ-૧૫ પાર્ટી પ્લોટની તપાસ કરવામાં આવી હતી. ધ્વનિ પ્રદુષણ અંગે જીપીસીબીના નિયમો તથા પોલીસ કમિશનર, રાજકોટ શહેરના જાહેરનામાના ભંગ બદલ પાર્ટી પ્લોટના માલિક/આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબના કુલ ત્રણ ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા. ધ્વનિ પ્રદુષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમ-ડી.જે.ના સ્પીકર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા. સંયુક્ત ટીમ દ્વારા તમામ પાર્ટી પ્લોટના માલિકોને ધ્વનિ પ્રદુષણ અંગેના પ્રવર્તમાન નિયમો અને પોલીસ કમિશનર, રાજકોટના જાહેરનામાની અમલવારીનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપવામાં આવી હતી.

આગામી સમયમાં પણ ધ્વનિ પ્રદુષણ અંગેના નિયમોના ભંગ બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-રાજકોટ, પોલીસ કમિશનર-રાજકોટ શહેર, રાજકોટ મહાનગર પાલિકા અને મામલતદાર, રાજકોટ તાલુકા દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application