જામ્યુકોના કમિશ્નર તરીકેનો ચાર્જ કલેકટર રવિશંકરને

  • June 12, 2021 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે મ્યુ. કમિશ્નર સતિષ પટેલ વિધિવત ચાર્જ છોડશે

જામનગરના મ્યુ. કમિશ્નર સતિષ પટેલને બઢતી સાથે બદલી કરીને સરકારે મઘ્યાહન ભોજન યોજનાના કમિશ્નર બનાવ્યા છે, સાથે સાથે તેમને શિક્ષણ વિભાગનો કમિશ્નર ઓફ સ્કુલનો ચાર્જ પણ સોપાયો છે ત્યારે ગઇકાલે રાત્રે રાજય સરકારે એક પરિપત્ર બહાર પાડીને મ્યુ. કમિશ્નર સતિષ પટેલને જામનગરથી મુકત કરવા અને તેમના હોદાનો ચાર્જ જીલ્લા કલેકટર રવિશંકરને આપવા આદેશ કર્યો છે.

મ્યુ. કમિશ્નર સતિષ પટેલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં તેમણે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને વિધિવત રીતે તેઓ સોમવારે મ્યુ. કમિશ્નરનો ચાર્જ છોડી દેશે, આમ જામનગરમાં બે વર્ષ અને ચાર મહીના સુધી ફરજ બજાવનારા કાર્યદક્ષ કમિશ્નર ચાર્જ છોડશે. આગામી દિવસોમાં સરકાર મ્યુ. કમિશ્નરનું પદ કોને આપે છે તે અંગે હજુ અનેક અટકળો થઇ રહી છે. બીજી તરફ નવા બદલીના દોરમાં જીલ્લા કલેકટર રવિશંકરનો વારો પણ આવી જશે કારણકે તેમનો કાર્યકાળ પણ જામનગરમાં પુરો થઇ ચુકયો છે આમ જામનગરને કમિશ્નર અને કલેકટર નવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)