જામનગરના કલેકટર બીજલ શાહને ગઈકાલે મોડી રાત્રે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેઓને સારવાર માટે જીજી હાસ્પિટલમાં લવાયા હતાં, ડાકટરોના કહેવા મુજબ કલેકટરને હાર્ટએટેક આવ્યો છે અને તેઓની તબિયત હાલ સુધારા પર છે. વધુ તપાસ માટે તેઓને જીજીના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. મોડી રાત્રે અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક જીજી હાસ્પિટલ દોડી ગયાં હતાં. જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે એકા'દ વાગ્યે કલેકટર બીજલ શાહે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, તાબડતોબ તેમને જીજીમાં લઈ જવાયા હતાં. યાં અધિક ડીન ડા.એસ.એસ. ચેટર્જી અને કાડિર્યોલોજીસ્ટ ડા.પૂજન શાહે તેઓની તાત્કાલિક સારવાર કરી હતી અને હાલ તેમની તબિયત સુધારા પર છે.
'આજકાલ' સાથેની વાતચીતમાં ડા.ચેટર્જીએ કહ્યું હતું કે, કલેકટરને ગઈકાલે રાત્રે એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સારી છે, પરંતુ તેઓને આબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
કલેકટરને એટેક આવ્યાના સમાચાર મળતાં અધિક કલેકટર ભાવેશ ખેર સહિતના અધિકારીઓ જીજી હાસ્પિટલ દોડી ગયાં હતાં અને કલેકટરના ખબર અંતર પૂછયાં હતાં. ડીન ડા.નંદીનિ દેસાઈ, અધિક્ષક ડા.તિવારી સહિતના તબીબોએ પણ જિલ્લા કલેકટરને તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરી હતી.
આ લખાય છે ત્યારે સવારે ૯:૩૦ કલાકે કલેકટરની તબિયત ખૂબ જ સુધારા ઉપર છે અને તેઓના વધારાના રિપોર્ટ કરાવાયા છે, ત્યારબાદ કયારે રજા આપવી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application19 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું લિંગ પરિવર્તન ઘટાડવા ટ્રમ્પના પ્રયાસો
January 29, 2025 11:26 AMકોવિડ પછી રાજ્યોમાં શાળાઓમાં શિક્ષણના સ્તરમાં વધારો
January 29, 2025 11:25 AMઅમે અમારા બધા કાર્યક્રમો રદ કર્યા, અમે પીડિતોને મળવા સંગમ જઈ રહ્યા છીએ - સ્વામી ચિદાનંદ સરસ્વતી
January 29, 2025 11:24 AMખંભાળિયામાં ગુરુવારે "ખેડૂત સત્યાગ્રહ" નામે ખેડૂત સંમેલન
January 29, 2025 11:19 AMસ્ટાર બેટરોનો રકાસ, દર્શકો નિરાશ: ઈંગ્લેન્ડ શ્રેણીમાં જીવંત
January 29, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech