અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા એ 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. ઈવેન્ટને લઈ કેવી તૈયારી છે એની આગળ વાત કરીએ...
દુનિયાભરમાં ડંકો વગાડનાર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની ટીમ આજે અમાદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો જલવો દેખાડશે. ગઈકાલે જ કોલ્ડપ્લેની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને અડધી રાત્રે ટૂ-વ્હીલર પર અમદાવાદમાં લટાર મારી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, અમદાવાદમાં એક યુવક ટૂ-વ્હીલરની પાછળ ક્રિસ માર્ટીનને બેસાડી શહેરના રસ્તા પર સવારી કરાવી રહ્યો છે. આ સમયે ક્રિસ માર્ટીન પણ ખુશખુશાલ જોવા મળે છે.
આજે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે.
કોલ્ડ પ્લેના ક્રુ મેમ્બર ટેટૂ સ્ટુડિયોમાં પહોંચ્યા
ગઈકાલે રાત્રે અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે બ્રિટિશ બેન્ડની ટીમ આવી પહોંચી છે. રાત્રિના સમયે ટીમના ક્રુ મેમ્બર વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ટેટુ સ્ટુડિયોમાં પહોંચ્યા હતા અને ટેટુ કરાવ્યું હતું.
સ્ટેડિયમમાં કઈ વસ્તુઓ લઈ જઈ શકો છો?
પાવરબેન્ક, પારદર્શક પાણીની બોટલ. ફિઝિકલ ટિકિટ સાથે ઓળખકાર્ડ જરૂરી. ફ્રી ઇયરપ્લગ હેલ્પ ડેસ્ક પરથી મળશે. દિવ્યાંગ માટે ગેટ-2 અને 3 પર વ્હીલચેર મળશે. વાહન પાર્કિંગ માટે બોક્સ ઓફિસ પર સ્ટિકર મળશે.
મેદાનમાં ઊભા રહેતા દર્શકોએ શું કરવું?
સ્ટેન્ડિંગ ટિકિટમાં દર્શકોએ કલાકો સુધી ઊભા રહેવું પડશે, અહીં બેસવાની વ્યવસ્થા નથી. જો તમારી હાઈટ 5’7”થી ઓછી હોય તો ગેટ ખૂલે એ સમયથી જ આગળની જગ્યા પર પોતાનું સ્થાન મેળવી શકો છો. લેવલ 2 સીટિંગથી સમગ્ર સ્ટેજ અને ગ્રાઉન્ડ વ્યૂ મળશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેવી રીતે પહોંચશો?
ખાનગી વાહન કરતાં મેટ્રો રેલ સૌથી વધુ સુવિધાજનક રહેશે. મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટ નંબર 1 અને 2થી 300 મીટરના અંતરે છે. શહેરના કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા માટે તમને રાત્રે 12.30 વાગ્યા સુધી ટ્રેન ઉપલબ્ધ રહેશે. ખાનગી વાહનચાલકો માટે 2.7 કિ.મી. સુધીમાં 14 પ્રાઈવેટ પાર્કિંગ છે.
એન્ટ્રી ક્યારે મળશે અને શો ક્યારે શરૂ થશે?
કોન્સર્ટ માટે સ્ટેડિયમના જુદા જુદા ગેટ બપોરે 2 વાગ્યે ખૂલશે. સાંજે 7:45 વાગ્યા પછી એન્ટ્રી નહીં મળે. કોલ્ડપ્લેનું પર્ફોર્મન્સ આશરે સાંજે 7:45 વાગ્યે શરૂ થશે. એ પહેલાં એલ્યાના, શૌન અને જસલીન રોયલ પર્ફોર્મ કરશે.
કઈ ઉંમરનાં બાળકોને પ્રવેશ નહીં?
5 વર્ષથી નાનાં બાળકોને કોન્સર્ટમાં પ્રવેશ મળશે નહીં. રિએન્ટ્રી મળશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech