BREAKING NEWS

જામનગરમાં ઠંડીમાં ઘટાડો: તાપમાન ૧૬ ડીગ્રી

  • February 02, 2026 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો થયો છે જેનાથી લોકોને રાહત થઇ છે. પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. પવનની ગતિ ધીમી થતા ખેડુતો પણ થોડા ખુશ થયા છે. આજે સવારે હાઇવે ઉપર આછેરી ઝાકળ જોવા મળી હતી. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી, મહતમ તાપમાન ૨૮.૫ ડીગ્રી, હવામા ભેજ ૬૪ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ બે દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


હાલારનાં તાલુકા મથકો અને ગામડાઓમાં હાલ તો બે દિવસથી ઠંડીમાં રાહત છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ઓખા, જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર ધ્રોલ, જોડીયા, રાવલ, ફલા, સહિતનાં ગામોમાં પણ ૧૫ દિવસના ઠંડીના ચમકારા બાદ રાહત મળી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application