શિયાળાની સિઝનમાં પ્રથમ વખત ગઈકાલે રાજકોટમાં લઘુતમ તાપમાન સિંગલ ડિઝિટમાં નોંધાયા પછી આજે તેમાં અડધો ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજનું લઘુતમ તાપમાન ૯.૧ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલ કરતા આજે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે અને આજે નલિયા નું લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાયું છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટએ આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર્ર કચ્છ માટે કોલ્ડ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કયુ છે અને તેમાં પણ ખાસ કરીને રાજકોટ અને કચ્છને કોલ્ડ વેવ ની વધુ અસર થવાની શકયતા દર્શાવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી ત્રણ દિવસ માટે લઘુતમ તાપમાનમાં ખાસ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર પછી તેમાં વધારો થશે.
સૌરાષ્ટ્ર્ર કચ્છ ઉપરાંત પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ દિલ્હી જમ્મુ કાશ્મીરમાં પણ કોલ્ડ વેવનું એલર્ટ હવામાન ખાતા દ્રારા જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં આજે સૌથી નીચું તાપમાન રાજસ્થાનના પૂર્વ ભાગમાં આવેલ શિકારમાં ૧.૫ ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતની વાત કરીએ તો ભુજમાં ગઈકાલે ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તેમાં વધારો થઈને ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે ભુજમાં પ્રતિ કલાકના ૧૨ કીલોમીટરની ઝડપે પવન ફુકાય છે અને સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ભુજમાં સવારે ભેજનું પ્રમાણ ૯૬% સુધી વધી ગયું હતું.
ગિરનાર પર્વત પર આજે એકાએક લઘુતમ તાપમાને હાઈજમ્પ માર્યેા હતો અને આજનું લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વત પર ગઈકાલે ૫.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું તેમાં આજે એક જ દિવસમાં આઠ ડિગ્રીનો વધારો થયો છે. ભવનાથ તળેટીમાં ૧૬.૩ અને જુનાગઢ શહેરમાં ૧૮.૩ ડીગ્રી લઘુતમ તાપમાન હતું.
અમરેલીમાં ઠંડી ઘટી છે. ગઈકાલે ૧૧.૮ અને આજે ૧૨:૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું છે. ભાવનગરમાં ગઈકાલ અને આજના લઘુતમ તાપમાન વચ્ચે કોઈ ફેરફાર નથી અને ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત રહ્યું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૩.૮ ડીગ્રી લઘુતમ તાપમાન હતું તેમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજે ૧૧.૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે, વેરાવળમાં અને દ્રારકામાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પોલીસે બનાવટી ભારતીય પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો
December 12, 2024 12:51 PMબોલિવૂડના બાદશાહ અને ગૌરીના ઘરમાં થશે તોડફોડ
December 12, 2024 12:50 PMબંટી ઔર બબલી માટે ઋત્વિક મેકર્સની પહેલી પસંદ હતો
December 12, 2024 12:49 PMઅદિતિ રાવ હૈદરીના પતિ સિદ્ધાર્થએ પુષ્પા 2 માટેના ક્રેઝને સામાન્ય ગણાવ્યો
December 12, 2024 12:48 PMરજનીકાંતની 7 ફિલ્મનો મેગાસ્ટોક, જે ક્યારેય રીલીઝ ન થઈ
December 12, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech