હળવદ શહેરમાં શીત લહેરથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા

  • December 13, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લ ા બે ત્રણ દિવસથી હવામાનમાં એક પલટા વચ્ચે પવનની ગતિ વધી છે. હળવદ શહેર સહિત ગ્રામ્યપંથક અને રણકાંઠા  વિસ્તારમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે.લોકો ઠંડીના જોરથી બચવા તાપણાનું શરણ લીધું છે.હળવદ શહેરમાં અચાનક શીત લહેરથી લોકો ઠંડીમાં ઠુંઠવાતા જનજીવન અસ્ત વ્યસ્ત થય ગયું હતું. છેલ્લ ા બે ત્રણ દિવસથી  ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડુ  હાડથીજાવી દેતી ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળે છે જપવનની ગતિ અને ઠંડાબોર પવન ફંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં  રણકાંઠા વિસ્તારમાં પણ ઠંડીએ બોકાસો બોલાવ્યો છે.છેલ્લ ા બે ત્રણ દિવસથી કુદરતે જાને બરફની ફેકટરી ના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતલ ઠંડીનો માહોલ થઈ જતા સમગ્ર તાલુકામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડે છે. ચાલુ વર્ષે શિયાળાની ઋતુની શઆત થઈ હોય તેઓ અહેસાસ જોવા મળી રહ્યો છે છેલ્લ ા બે દિવસ ઉપરાંતથી સવારથી માંડીને સાંજ પડે કડકડતી ઠંડી પડી છે ત્યારે લોકોના ઘરના દરવાજા તેમજ બારીઓ પણ બધં દેખાઈ આવી હતી અને લોકો ધર માજ મોટાભાગે રહેવાનું પસદં કયુ હતું. તો કેટલાક લોકો તાપણું સળગાવીને ઠંડીથી બચવા માટે કોશિશ કરતા નજરે પડા હતા. સુસ્વાટા બોલાવતા પવન ફંકાઈ રહ્યા છે જેના કારણે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથક ઠંડુગાર બની ગયું છે, અને જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application