જાહેર રસ્તા પર સુતેલા ભિક્ષુકોને ઠંડીની ભારે અસર: લોકો ગરમ કપડામાં વિંટળાયા: હાલારના જનજીવનને ભારે અસર: હજુ બે દિવસ કોલ્ડવેવ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી
ઠંડીએ હવે સારૂ એવું જોર પકડયું છે, ગઇકાલે સાંજે હવામાનમાં થોડો પલ્ટો આવ્યો હતો અને 20 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા હાલારમાં દેખો ત્યાં ઠાર જેવી સ્થિતિ જોવા મળી છે જેને કારણે જનજીવન પર ભારે અસર પડી છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ઠંડીએ સારૂ એવું જોર પકડયું છે, હજુ આગામી અઠવાડીયા સુધી ભારે ઠંડીનો માહોલ રહેશે અને કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડીગ્રીથી પણ નીચુ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, એટલે કે આગામી દિવસોમાં લોકોએ શીત લહરનો સામનો કરવો પડશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 11 ડીગ્રી, મહત્તમ તાપમાન 26 ડીગ્રી, હવામાં ભેજ 62 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શરૂ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 20 થી 25 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
ગઇકાલે ભારે ઠંડીને કારણે જે રીતે ભીક્ષુકો હેરાન થયા હતાં તે જોતાં કેટલાક કાર્યકરોએ ભીડભંજન, ડીકેવી કોલેજ, સાતરસ્તા, પ્રદર્શન મેદાન ખાતે સુતેલા ભીક્ષુકોને ધાબળા અને શાલ અર્પણ કયર્િ હતાં, ગરમ ચીજવસ્તુઓનું વેંચાણ વધી ગયું છે તેવી જ રીતે મીઠાઇ બજારમાં સાલમ પાક, અડદીયા, કાટલાનું વેંચાણ સારૂ એવું વઘ્યું છે, જો કે ગયા વર્ષ કરતા ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં વ્હેલી સવારે માલ વેંચવા આવતાં ખેડુતોને પણ ઠંડીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને ગામડાઓમાં પણ બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech