જૂનાગઢમાં શિયાળો અસલ મિજાજમાં આવ્યો છે. લઘુતમ તાપમાનનો પારો દિન પ્રતિદિન સરકી રહ્યો છે. આજે શહેરમાં ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ૧.૬ ડિગ્રી સરકી ગયો છે તો ૧૦.૩ ડિગ્રી અને ગિરનાર પર્વત પર ૫.૩ તાપમાન અને બરફીલા પવનથી વાતાવરણ ઠંડુ ગાર થયું છે. ગિરનાર પર્વત પર ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે જેથી રોપવે સવારથી જ બધં છે. શહેરમાં પણ ૭.૫કિલોમીટરની ઝડપે ઠંડા પવનથી શહેરીજનો ગરમ વક્રોમાં અને ઠંડીથી બચવા તાપણું અને ગરમ ચા અને કાવાની ચુસકી માણી રહ્યા છે.
જૂનાગઢમાં આજે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે આજે નોંધાયેલા હવામાન મુજબ શહેરમાં લઘુતમ તાપમાન ૧૦.૩ ભવનાથ તળેટી ૮.૩, ગિરનાર પર્વત ૫.૩ તાપમાન વાતાવરણમાં ભેજ ૬૪ ટકા અને શહેરમાં ૭.૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. ભેજ ઘટો અને સૂકા અને ઠંડા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે. ધૂળિયા રસ્તા થી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગિરનાર પર સવારથી જ વાવાઝોડાની ગતિએ પવન ફંકાઈ રહ્યો છે. જેથી રોપવે સવારથી જ પ્રવાસીઓ માટે બધં છે. ઠંડા વાતાવરણમાં પગથીયા ચડી જતા લોકો આહલાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. શહેરની સરખામણીએ ગિરનાર પર્વત પર ૯ ગણી વધુ ઝડપ નોંધાઈ હતી. હવામાન વિભાગ દ્રારા હજુ પણ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પીએમ મોદીને આંબેડકર માટે આદર છે તો અમિત શાહને હટાવી દેવા જોઈએ: ખડગે
December 18, 2024 05:49 PMવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMદુબઈના શેખની લકઝરી લાઈફસ્ટાઈલ, સોનાના વાસણમાં પીવે છે ચા
December 18, 2024 04:57 PMકપલે છપાવ્યું લગ્નનું અનોખું કાર્ડ, બનાવી આધારકાર્ડની ડીઝાઇન
December 18, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech